બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / સુહાગરાતે બેડશીટ પર લોહી ન દેખાતાં સાસુએ વહુનો કર્યો વર્જિનીટી ટેસ્ટ, કોર્ટે આપ્યો કેસનો ઓર્ડર

અમાનવીય હરકતો / સુહાગરાતે બેડશીટ પર લોહી ન દેખાતાં સાસુએ વહુનો કર્યો વર્જિનીટી ટેસ્ટ, કોર્ટે આપ્યો કેસનો ઓર્ડર

Last Updated: 10:05 PM, 21 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમપીના ઈન્દોરમાં સુહાગરાતે દુલ્હનના વર્જિનીટી ટેસ્ટની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પોતાનો છોકરો ભલે ગમે તેટલી મહિલાઓ સાથે સંબંધ રાખ્યો હોય તેનો કોઈ ટેસ્ટ નહીં અને છોકરી પરણીને ઘેર આવે એટલે તરત સાસરિયા ઈચ્છતાં હોય છે કે તેમની વહુ કુંવારી હોય એટલે કે લગ્ન પહેલાં તેણે કોઈની સાથે સંબંધ ન બાંધ્યો હોય, આ વાતની ખાતરી માટે ટેસ્ટ કરાવતા હોય છે. દુલ્હન કુંવારી છે કે નહીં તે જાણવા માટે સાસરિયાઓ દ્વારા વર્જિનીટી ટેસ્ટ આવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

સુહાગરાતે ખોટી રીતે વર્જિનિટી ટેસ્ટનો આરોપ

મધ્યપ્રદેશના ઈન્દોરની એક યુવતીએ તેના લગ્નની પહેલી રાત્રે કથિત રીતે તેની વર્જિનિટી ચેક કરવા સામે કોર્ટમાં અરજી કરી છે. યુવતીનો આરોપ છે કે તેના લગ્નની પહેલી રાત્રે તેના સાસરિયાઓએ ખોટી રીતે તેની વર્જિનિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેણીને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

બેડશીટ પર લોહીના છાંટા કેમ નથી-સાસુએ પડોશી છોકરીને પૂછ્યું

કોર્ટમાં આવેલા કેસ મુજબ, ઈન્દોરના બાણગંગામાં રહેતી યુવતીના ભોપાલના યુવાન સાથે લગ્ન થયાં હતા. લગ્નના બીજા દિવસે, પીડિતાની સાસુએ પાડોશી છોકરીને બોલાવી અને પૂછ્યું કે બેડશીટ પર લોહીના છાંટા કેમ નથી. જેના આધારે સાસુએ પુત્રવધૂની વર્જિનીટી ચેક કરી હતી જોકે તે તદ્દન ખોટી રીતે કરવામાં આવી જેને કારણે વહુને શારીરિક અને માનસિક પીડા ભોગવવી પડી હતી.

સાસરિયાઓ સામે કેસ દાખલ કરવાનો કોર્ટનો આદેશ

આ મામલાની નોંધ લેતા ઈન્દોર ડિસ્ટ્રિક્ટ કોર્ટે યુવતીના સાસરિયાઓ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના ગોપનીય રિપોર્ટમાં ખુલાસો થયો છે કે લગ્નની પહેલી રાત્રે પીડિતાના સાસરિયાઓએ તેની વર્જિનિટી ચેક કરવા માટે અમાનવીય રીત અપનાવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indore woman news Indore woman test
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ