મધ્ય પ્રદેશમાં એક યુવકે વાતોવાતોમાં પોતાના દોસ્તની પત્નીના ગાલને ટચ કર્યો. પતિએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો, દોસ્તે તેના પર ચાકૂ વડે તાબડતોડ હુમલો કરી દીધો.
મધ્ય પ્રદેશમાંથી એક ખૂની ખેલ સામે આવ્યો
પત્નીના ગાલ પર મિત્રએ હાથ લગાવ્યો
પતિને ઢોર માર મારી, આંખો ફોડી નાખી
મધ્ય પ્રદેશમાં એક યુવકે વાતોવાતોમાં પોતાના દોસ્તની પત્નીના ગાલને ટચ કર્યો. પતિએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો તો, દોસ્તે તેના પર ચાકૂ વડે તાબડતોડ હુમલો કરી દીધો. ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ મહિલાના પતિની આંખો ફોડી નાખી. કહેવાય છે કે, હુમલો કરનારો યુવક એક હિસ્ટ્રીશીટર પણ છે. ઘટના ઈન્દોરના લક્ષ્મણપુરા વિસ્તારની છે. અહીં રહેતા લક્કીએ પોલીસને જણાવ્યું હતું કે, તેની પત્ની છેલ્લા દોઢ મહિનાથી નારાજ હતી અને પિયરમાં જતી રહી હતી.
ઘણુ સમજાવ્યા બાદ તેની પત્ની શનિવારે ઘરે આવી. લક્કીએ પોલીસને જણાવ્યું છે કે, પત્ની આવ્યા બાદ તે પોતાની બિલ્ડીંગની નીચેથી તેની સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન તેના બે મિત્રો અજય ત્રિપાઠી અને ચીના ઠાકુર ત્યાં પહોંચી ગયા. વાતચીત દરમિયાન અજય પણ લક્કીની પત્નીને સમજાવવા લાગ્યો, પણ તે જ સમયે ચીનાએ મહિલાના ગાલ પર હાથ રાખી દીધો.
આ વાત લક્કીને પસંદ ન આવી. ત્યાર બાદ લક્કીએ તેનો વિરોધ કર્યો તો, ત્યાં ડખ્ખો થયો. અજય અને ચીનાએ મળીને લક્કીને માર્યો. ત્યાર બાદ લક્કીને જમીન પર સુવડાવીને તેના ગળા પર ચાકૂથી હુમલો કરી દીધો. એટલુ જ નહીં તાળાથી મારીને તેની આંખો ફોડી નાખી હતી.
કહેવાય છે કે, ચીના એક હિસ્ટ્રીશીટર છે. તેના પર લૂટ અને મારપીટનો કેટલાય કેસો નોંધાયેલા છે. ચીના હાલમાં જ જેલમાંથી છૂટને આવ્યો હતો. આ કેસમાં અજય અને ચીના પર કેસ નોંધવામાં આવ્યો છે. બંને હાલમાં પણ ફરાર હોવાનું કહેવાય છે. પોલીસે તેની તપાસ હાથ ધરી છે.