indore holkar cricket stadium pitch rating changed by icc after bcci appeal india vs australia
BIG NEWS /
અંતે ઈંદૌર પીચ મુદ્દે ICC પડ્યું ઘૂંટણીયે! BCCIની અપીલ બાદ રેટિંગમાં કર્યો ફેરફાર, જાણો શું
Team VTV03:01 PM, 27 Mar 23
| Updated: 03:01 PM, 27 Mar 23
ઈંદૌરના હોલ્કર સ્ટેડિયમની જે પિચને ખરાબ જણાવવામાં આવી રહી છે હવે તેની રેટિંગ ICCને બદલવા પડ્યા છે. BCCIએ ICC મેચ રેફરના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી હતી જેનું પરિણામ આવી ગયું છે.
ઈંદૌરના હોલ્કર સ્ટેડિયમને લઈને મોટો નિર્ણય
ICCએ બદલવા પડ્યા તેના રેટિંગ્સ
BCCIએ ICC મેચ રેફરના નિર્ણય વિરૂદ્ધ કરી હતી અપીલ
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ઈંદોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાવવા જઈ રહેલા ત્રીજા ટેસ્ટ મેચમાં ભલે ટીમ ઈન્ડિયાને હાર મળી હતી પરંતુ હવે આ સમયે મેદાનની પિચ પર બીસીસીઆઈને મોટી જીત મળી છે. હકીકતે BCCIએ પિચના મામલે ICCને ઘુટણા ટેકવા પર મજબૂર કરી દીધા છે.
જણાવી દઈએ કે ઈંદૌર ટેસ્ટ ફક્ત ત્રણ દિવસમાં પુરી થઈ ગઈ હતી અને હોલ્કર સ્ટેડિયમની પિચને મેચ રેફરીએ ખરાબની શ્રેણીમાં રાખી હતી પરંતુ હવે પિચની રેટિંગ આઈસીસીને બદલવી પડી છે.
ખરાબ રેટિંગ વિરૂદ્ધ કરી હતી અપીલ
BCCIએ ઈંદૌર ટેસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી પિચ માટે ખરાબ રેટિંગ વિરૂદ્ધ અપીલ કરી હતી. BCCIએ દલીલ કરી હતી કે ઈંદૌર પિચ કોઈ માટે ખતરનાક ન હતી.
તેના બાદ BCCIએ આ ખરાબ રેટિંગની જગ્યાએ સરેરાશથી ઓછી રેટિંગ આપી છે. એટલે કે હવે ઈંદૌરની પિચને 3 ડીમેરિટ પોઈન્ટની જગ્યાએ એક જ ડીમેરિટ પોઈન્ટ મળશે.
ઈંદૌરની પિચ પર શું થયું હતું?
જણાવી દઈએ કે ઈંદૌર ટેસ્ટ ત્રણ દિવસમાં જ પુરી થઈ ગઈ હતી. ઈંદૌર ટેસ્ટના પહેલા દિવસે 14 વિકેટ પડી ગઈ હતી. આ મેચમાં 31માંથી 26 વિકેટ સ્પિનર્સે લીધી હતી. જણાવી દઈએ કે આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ મેચના પરિણામ બાદ મોટી વાત એ થઈ કે પિચ પર સવાલ ઉભા કરવામાં આવ્યા અને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે તેને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. ગાવસ્કરે કહ્યું કે પિચ પર કોઈ બેટ્સમેનને કોઈ ખતરો ન હતો તો કઈ રીતે આ પીચ ખરાબ હોઈ શકે. ત્યાર બાદ BCCIએ મેચ રેફરીના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરી જ્યાર બાજ આઈસીસીને પિચ રેટિંગ બદલવી પડી હતી.