Team VTV12:29 PM, 08 Nov 20
| Updated: 12:37 PM, 08 Nov 20
મધ્ય પ્રદેશમાં એક સમયે કેબિનેટ મંત્રીનો હોદ્દો ધરાવનારા અને કોંગ્રેસના નજીકના ગણાતા કોમ્પ્યુટર બાબા સમસ્યાઓમાંથી ઘેરાયેલા છે. ઈન્દોરમાં પ્રિવેન્ટિંવ ડિટેન્શન હેઠળ કોપ્યૂટર બાબા ઉર્ફે નામદેવ દાસ ત્યાગીની પોલીસે ધરપકડ કરી સેન્ટ્રલ જેલમાં નાંખ્યા છે. પ્રશાસનની આ કાર્યવાહી અંતર્ગત કોમ્પ્યુટર બાબા સહિત 7 લોકોને જેલ મોકલવામાં આવ્યા છે.
પેટા ચૂંટણીમાં બાબા કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકમાં હતા
કોમ્પ્યુટર બાબાના નિવેદનો સમાચારમાં રહ્યા હતા
કોમ્પ્યુટર બાબા સહિત 7 લોકોને જેલ મોકલવામાં આવ્યા
#WATCH Madhya Pradesh: District Administration today demolished an illegal construction belonging to Computer Baba in Indore.
"Six people have been detained as they tried to obstruct demolition process," says Additional District Magistrate (ADM), Indore pic.twitter.com/iX7ggDRk0k
આ ઉપરાંત ઈન્દોરમાં સ્થિત તેમના આશ્રમને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોમ્પ્યુટર બાબાની વિરુદ્ધ આ કાર્યવાહીનો રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે વિરોધ કર્યો છે. આ મામલાને લઈને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ટ્વીટ કરતા કહ્યું છે કે ઈન્દોરમાં બદલાની ભાવનાથી કોમ્પ્યુટર બાબાનો આશ્રમ તથા મંદિર વગર નોટિસે તોડી દેવામાં આવી છે. આ રાજનૈતિક પ્રતિશોધની ચરમ સીમા છે હું આની નિંદા કરુ છું.
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની 28 સીટો માટે થયેલી પેટા ચૂંટણીમાં બાબા કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારકમાં હતા. આ અંતર્ગત નામદેવ દાસ ત્યાગીએ વિભિન્ન વિધાનસભા સીંટો પર જ્યોતિરાદિત્ય સિંધિયાની વિરુદ્ધ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વોટ માંગ્યા હતા. કોંગ્રેસ પાર્ટીના નજીકના ગણાતા કોમ્પ્યુટર બાબા પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. રાજ્યમાં 15 વર્ષ બાદ સત્તામાં પાછી ફરેલી કોંગ્રેસ સરકારમાંથી સિંધિયા સમર્થક ધારાસભ્યોએ રાજીનામુ આપ્યા બાદ કોમ્પ્યુટર બાબાના નિવેદનો સમાચારમાં રહ્યા હતા. હવે જોવાનું કહ્યું કે બાબા આશ્રમ પર સરકારે બુલ્ડોઝર ચલાવ્યું છે તો આ પરિસ્થિતિને કેવી રીતે પહોંચી વળશે.