indore builder tortured his wife to heart on his farm house he forced for nude dance and-unnatural-sex
'ઓનલાઈન મેરેજ'નું પરિણામ /
ન્યૂડ ડાન્સ, દોસ્તો પાસે ગેંગરેપ, અનનેચરલ સેક્સ, બિલ્ડરે પત્નીને આપી કાળજું કંપાવતી યાતના
Team VTV08:14 PM, 16 Jan 22
| Updated: 08:27 PM, 16 Jan 22
મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક પતિએ તેની પત્નીને જે હદે રીબાવી તે જાણીને તમારુ કાળજું થરથરી જશે.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં પતિની હેવાનિયત
પત્નીએ ભયંકર હદે રીબાવી
મિત્રો પાસે રેપ કરાવ્યો
પ્રાઈવેટ પાર્ટ પર સિગારેટના ડામ દીધા
મેટ્રોમોની સાઈટ પર યુવકના પરિચયમાં આવીને તેની સાથે લગ્ન કરવાનું એક મહિલાને એવું તો ભારે પડ્યું તે ન પૂછો વાત. આ ઘટના બાદ ખાસ કરીને મહિલાઓએ ચેતી જવાની જરુર છે. અન્યથા તેમની સાથે પણ આવી ઘટના બની શકે છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં બિલ્ડર પતિની ભયંકર હેવાનિયતની એક ઘટના પ્રકાશમાં આવી જે વાંચીને તમારુ મન ભરાઈ આવશે અને બિલ્ડર પતિને આકરામાં આકરી સજા થાય તેવી માગ કરીને પીડિતા માટે પ્રાર્થના કરશો.
બિલ્ડરે મિત્રો પાસે કરાવ્યો પત્નીનો રેપ
ઈન્દોરમાં એક પતિએ પત્ની પર એટલો ત્રાસ ગુજાર્યો છે કે સાંભળીને તમારા રુવાંડા ઊભા થઈ જશે. પતિ તેની પત્નીને તેના મિત્રોની સામે ફાર્મ હાઉસમાં નગ્ન ડાન્સ કરાવવા માટે કરાવતો હતો. આરોપી પતિએ ઈન્દોરમાં પોતાના ફાર્મ હાઉસમાં 32 વર્ષની મહિલા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો છે. પતિએ અકુદરતી સેક્સ કરીને પત્નીને ત્રાસ આપ્યો છે. મહિલાની ફરિયાદ પર ઈન્દોર પોલીસે રવિવારે અલગ અલગ જગ્યાએથી તેના પતિ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
जब पीड़िता को लगा कि उसकी हत्या का प्रयास हो सकता है तो उन्होंने कल आकर रिपोर्ट की। 3 अपराधियों को गिरफ़्तार किया गया और 2 अन्य आरोपियों को पकड़ने के लिए पुलिस टीम जबलपुर और छत्तीसगढ़ गई है। मुख्य आरोपी पीड़िता का ही पति है: सब-इंस्पेक्टर सुमन तिवारी, इदौर, मध्य प्रदेश https://t.co/uADomnqC4c
મેટ્રોમોની સાઈટ પર થયો પરિચય, લગ્ન કર્યાં અને પછી શરુ થયો કાળજુ કંપાવતો ખેલ
ઈન્દોર પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે મહિલા છત્તીસગઢની રહેવાસી છે. તેઓ સરકારી શિક્ષક છે. મહિલાની ઓળખ આરોપી પતિ પાસેથી મેટ્રોપોલિટન સાઇટ પરથી થઇ હતી. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા. એક ઈન્ટરવ્યુમાં પીડિત મહિલાએ કહ્યું છે કે લગ્ન સમારોહ દરમિયાન તેના પતિના ઘરેથી કોઈ આવ્યું ન હતું. લગ્ન કરવા તે એકલો આવ્યો હતો. આરોપી પરિણીત છે.
પતિએ બે વર્ષમાં મિત્રો સાથે અનેક વખત ગેંગરેપ કર્યો
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, 32 વર્ષીય મહિલાએ આરોપ લગાવ્યો છે કે નવેમ્બર 2019 થી ઓક્ટોબર 2021 વચ્ચે તેના પતિ અને તેના સહયોગીઓએ ક્ષીપરા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ફાર્મ હાઉસમાં તેની સાથે ઘણી વખત ગેંગરેપ અને અકુદરતી કૃત્યો કર્યા હતા.
પત્નીના પ્રાઈવેટ પાર્ટ પર સિગારેટના ડામ દીધા
મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે ગેંગરેપ દરમિયાન તેના નાજુક અંગો સળગતી સિગારેટથી સળગાવી દેવામાં આવ્યા હતા અને તેના પર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ટીચર પત્નીએ જણાવી આ વીતકકથા
હું છત્તીસગઢની એક સરકારી શાળામાં શિક્ષક હતી. વર્ષ 2019માં રાજેશ વિશ્વકર્માનો પ્રસ્તાવ Jeevansathi.com પર આવ્યો હતો. તેની પ્રોફાઇલમાં તેણે જન્મતારીખ 1985 લખી છે જે વાસ્તવમાં 1974 છે. તેણે પોતાને ડિવોર્સી, નોન-ડ્રિન્કર ગણાવ્યો હતો અને એક કરોડથી વધુની આવક લખી હતી. 24 ઓક્ટોબર, 2019 ના રોજ, અમે રાયપુરની એક હોટલમાં લગ્ન કર્યા. લગ્નમાં મારા પરિવારના તમામ લોકો હાજર હતા. રાજેશના પરિવારમાંથી કોઈ આવ્યું ન હતું. મારા પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો, લગ્ન બાદ ઈન્દોરની એક હોટલમાં 4 દિવસ રોકાયા હતા. આ પછી તે મને તેના ફાર્મ હાઉસમાં લઈ ગયો.પહેલા 5 દિવસ સુધી મને યુવરાજ ફાર્મ હાઉસમાં એક રૂમમાં રાખવામાં આવી. લગ્નના 15 દિવસ સુધી રાજેશ (તેનો પતિ) ઠીક હતો, ત્યારપછી તેની હેરાનગતિનો તબક્કો શરૂ થયો. મારી પાસે મોબાઈલ નહોતો. તેના ફાર્મ હાઉસમાં ન્યૂડ પાર્ટીઓ પણ થતી હતી. રાજેશ મને પોર્ન ફિલ્મ બતાવીને આ જ રીતે સંબંધ બાંધવાનું કહેતો હતો. તેણે મારી સાથે અકુદરતી સેક્સ કર્યું હતું. તે મને ફાર્મ હાઉસમાં કપડાં વગર રાખવા લાગ્યો. નોકર વિપિનને કહ્યા બાદ કપડાં સંતાડી દીધા. હવે વિપિન પણ મારી સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો. રાજેશે વિપિન કહીને મારા પર ઠંડુ પાણી રેડાવ્યું હતું અને મિત્રોની સામે કપડા વિના ડાન્સ કરવા ફરજ પાડી હતી. ખુરશી પર સિગારેટ ફૂંકતી વખતે તે મારી સામે જોતો. ડાન્સ કર્યા પછી બધા મારી સાથે બળાત્કાર કર્યો હતો. તેણે મારા ઘણા અશ્લીલ વીડિયો પણ ઉતરાવ્યાં હતા તથા મારા પ્રાઈવેટ પાર્ટને સિગારેટથી ડામ દીધા હતા.