બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : દોસ્તની અદાથી ઈન્ડોનેશિયાના પ્રેસિડન્ટે ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી, મજા આવી જશે
Last Updated: 03:22 PM, 12 November 2024
ઈન્ડોનેશિયાના પ્રેસિડન્ટ પ્રબોવો સુબિયાંટોએ મંગળવારે રાજધાની વોશિંગ્ટનમાં આવ્યાં બાદ નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને અભિનંદન આપ્યાં હતા. પ્રેસિડન્ટ પ્રબોવો ટ્રમ્પ સાથેની આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો જે વાયરલ થયો હતો જેમાં તેઓ એક દોસ્તની અદાથી ટ્રમ્પને જીતના અભિનંદન આપી રહ્યાં છે.
ADVERTISEMENT
Glad to be connected directly with President Elect @realDonaldTrump to extend my heartfelt congratulations on his election as the 47th President of the United States.
— Prabowo Subianto (@prabowo) November 11, 2024
I am looking forward to enhance the collaboration between our two great nations and to more productive… pic.twitter.com/KfSVUsZSGc
શું બોલ્યાં સિડન્ટ પ્રબોવો
ADVERTISEMENT
ઈન્ડોનેશિયાના પ્રેસિડન્ટ પ્રબોવોએ કહ્યું કે તમે જ્યાં પણ હોવ, હું તમને અંગત રીતે અભિનંદન આપવા માટે ઉડાન ભરવા તૈયાર છું, સર," પ્રબોવોએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા કોલના વીડિયોમાં જણાવ્યું હતું. જવાબમાં ટ્રમ્પે કહ્યું કે તમે ઇચ્છો ત્યારે અમે તે કરીશું. પ્રબોવોની ઓફિસે જણાવ્યું હતું કે તેમણે વોશિંગ્ટન પહોંચ્યા બાદ સોમવારે ફોન કર્યો હતો.
ટ્રમ્પે શું જવાબ આપ્યો
ઈન્ડોનેશિયાના પ્રેસિડન્ટના ફોનના જવાબમાં ટ્રમ્પે એવું કહ્યું કે ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ "ખૂબ આદરણીય" છે. ટ્રમ્પે તેમની અંગ્રેજીની પણ પ્રશંસા કરી હતી જવાબમાં પ્રબોવોએ કહ્યું કે મારી તમામ તાલીમ અમેરિકન છે, સર. ટ્રમ્પે જવાબ આપ્યો, "હા, હું ખૂબ જ ભાગ્યશાળી છું. હું હમણાં જ સાચી દિશા સાથે યોગ્ય જગ્યાએ હતો, નહીંતર હું હમણાં તમારી સાથે વાત કરીશ નહીં. પ્રબોવોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ પર થયેલા હત્યાના પ્રયાસ પર આઘાત વ્યક્ત કર્યો હતો.
પ્રેસિડન્ટ બાયડન સાથે મુલાકાત
ઈન્ડોનેશિયાના પ્રેસિડન્ટ પ્રબોવોએ પ્રેસિડન્ટ જો બાયડનને મળ્યાં હતા. બાયડનને મળતા પહેલાં જ તેમણે વોશિંગ્ટનમાંથી ટ્રમ્પને ફોન ઘુમાવ્યો હતો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.