બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Indonesia suspends palm oil exports, Where will India import 50% of its oil now?

મોંઘવારીનો તડકો / બહેનો જરા રસોઈ બનાવવામાં તેલની કરકસર કરજો, પામતેલમાં ભાવમાં આવી શકે ભડકો, ઈન્ડોનેશિયાએ નિકાસ બંધ કરી

Vishnu

Last Updated: 12:17 AM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલમાં ભડકો દઝાળશે આમ જનતાને 3000 પાર પહોંચી શકે છે તેલના ભાવ? દર મહિને 3.5 લાખ ટન પામતેલ થાય છે આયાત

  • તેલનો ભડકો દઝાડશે
  • ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી
  • ભારત 50% તેલની આયાત હવે ક્યાંથી કરશે?

બહેનો હવે જરા રસોઈ બનાવવામાં તેલનો કરકસર સાથે ઉપયોગ કરજો.કારણ કે, થોડા જ દિવસોમાં તેલના ભાવ ભડકે બળવાના છે.અને ડબ્બો 3 હજાર રૂપિયાની પાર પહોંચી શકે છે.કારણ કે, ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ અટકાવી દીધી છે.
 
જરૂરિયાત પ્રમાણે 65 ટકા તેલ માટે ઈન્ડોનેશિયાની લેવી પડે છે મદદ 
ભાઈ ખિસ્સું ભરાયેલું હોય તો ખાલી કરવાની તૈયારી રાખજો. અને ખાલી હોય તો થોડું ભારણ વધારવાની તૈયારી રાખજો.કારણ કે, પેટ્રોલ-ડીઝલ પાછળ હવે તેલના ભાવ તમને દઝાડવા માટે આવી રહ્યા છે.કારણ એવું છે કે, ઈન્ડોનેશિયાએ ભારતમાં પામતેલની નિકાસ બંધ કરી દીધી છે.જેના કારણે ભારતમાં તેલની ડિમાન્ડ વધવાની છે.કારણ કે, ભારત 50 ટકા પામતેલની આયાત ઈન્ડોનેશિયાથી કરે છે.તેવામાં ઈન્ડોનેશિયાની આયાત-નિકાસની પોલિસીની સીધી જ અસર ભારતના તેલબજારોમાં થશે.અને ખાદ્યતેલની અછત વર્તાતા તેલના ભાવ 3000 રૂપિયાની પાર પહોંચી શકે છે.  

ભારત દર મહિને કરે છે 3 લાખ 50 હજાર ટન પામતેલની આયાત   
આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે, ભારત કેટલા પ્રમાણમાં પામતેલની આયાત કરે છે. અને આપણે ત્યાં મોટા ભાગે હોટેલોમાં અને ખાદ્ય વસ્તુઓની બનાવટમાં પામતેલનો જ ઉપયોગ થાય છે.જ્યારે ઘર આંગણે ઉત્પાદિત થતાં તેલનો રસોઈમાં ઉપયોગ થાય છે.હાલમાં તેલના ભાવ જોઈએ તો.સિંગતેલના ડબાના 2800 રૂપિયા, સનફ્લાવરના ડબાના 2900 રૂપિયા, કપાસિયા તેલના ડબાના 2750 રૂપિયા અને પામતેલના 2600 રૂપિયા ભાવ છે. તેવામાં જો પામતેલની આયાત બંધ થાય તો.થોડા દિવસોમાં તેલની અછત વર્તાશે અને તેલના ડબાના ભાવ 3000 રૂપિયા પાર પહોંચી જશે.એટલે કે, ગૃહિણીઓની ચિંતા વધી જવાની છે.હવે વઘાર મારવામાં તેલનો ઉપયોગ ઓછો કરવો પડશે.જોકે આ મુદ્દે અમે ગૃહિણીઓનો મત જાણવાનો પ્રયાસ કર્યો.  

તેલના ભાવ કેટલા?

  • તેલનું નામ કિમત
  • સિંગતેલના $.2800   
  • સનફ્લાવર $.2900   
  • કપાસિયા $.2750   
  • પામતેલ $.2600 

ઈન્ડોનેશિયાએ ગત સપ્તાહમાં જ નિકાસબંધી જાહેર કરી
મોંઘવારીના માર વચ્ચે ઈન્ડોનેશિયાની નિકાસબંધીના કારણે લોકોને ખાદ્યતેલોમાં ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાદ્યતેલોમાં તેજીનો નવો દોર શરૂ થયો હોમ તેમ આજે પામોલીનમાં વધુ ઉછાળો નોંધાયો હતો ઉલ્લેખનીય છે કે ઈન્ડોનેશિયાએ આજથી નિકાસબંધી કડક કરવાની જાહેરાત કરતા પામોલીન તેલના ભાવમાં ઉછાળો જોવા મળશે.વિશ્વના સૌથી મોટા તેલ નિકાસકાર દેશ ઈન્ડોનેશિયાએ ગત સપ્તાહમાં જ નિકાસબંધી જાહેર કરી દિધી હતી પરંતુ પામતેલમાં પણ નિકાસબંધી લાગુ પડતી હોવાની જાહેરાત ગઈકાલે કરતા ફરી પામતેલના ભાવ વિશ્વસ્તરે સળગ્યા હતા. ભારતને પણ આની સીધી અસર થઈ રહીં છે ત્યારે તેલ વિક્રેતાના મતે આ ભાવ વધારો મે મહિના સુધી અસર કરશે કેમકે ત્યા સુધીમાં ઈન્ડોનેશિયાના સ્થાનિક માર્કેટમાં 10 દિવસમાં પામતેલનો પુરતો અથવા જરૂરિયાતથી વધુ સ્ટોક થઈ જશે ત્યારબાદ ફરી નિકાસબંધી હળવી થઈ જશે તેથી ફરી પામતેલના ભાવ તેના સ્તરે આવી જશે. અગાઉ સીંગતેલ કરતા અડધા ભાવે વેચાણ પામતેલના ભાવ હવે સીંગતેલની હરોળમાં આવી ગયા છે. પામોલિનનો ભાવ રૂ.૧૬૦૦ની નજીક આવી ગયો છે અને ડબ્બાનો ભાવ રૂ.૨૫૪૦થી ૨૫૪૫ પહોંચ્યો છે.

મહત્વનું છે કે, છેલ્લા એક મહિનામાં જ ખાદ્યતેલના ભાવમાં 50 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીનો ભાવ વધારો થયો છે.તેવામાં હવે ઈન્ડોનેશિયાએ પામતેલની નિકાસ બંધ કરી છે.જેની અસર ભારતમાં ખાદ્યતેલના બજારો પર પડશે.અને તેનો ભાર આમ આદમીના ખિસ્સા પર પડશે.          

સંકળાયેલા મુદ્દાઓ

Exports Indonesia Inflation Palm Oil gujarat આયાત ઈન્ડોનેશિયા ખાદ્યતેલ ગુજરાત ગૃહિણી નિકાસ પામ તેલ પામતેલ palm oil
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ