બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 10:02 AM, 28 April 2022
ADVERTISEMENT
ઇન્ડોનેશિયા નહીં કરે પામ ઓઈલ એક્સ્પોર્ટ
સામાન્ય માનવીને ફરી મોંઘવારીનો ફટકો પડવાનો છે. ખાદ્ય તેલની કિંમતોમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. કેમકે ઇન્ડોનેશિયાએ 28 એપ્રિલથી ખાદ્ય તેલ ખાસકરીને પામ ઓઈલનું એક્સ્પોર્ટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડોનેશિયાના આ નિર્ણયની ભારત પર પણ અસર પડવાની છે.
ADVERTISEMENT
ભારત ખાદ્ય તેલનું સૌથી મોટું આયાતકાર છે, અને પોતાની જરૂરીયાતનું 50-60 ટકા ખાદ્ય તેલ આયાત કરે છે. ઇન્ડોનેશિયાનાં આ નિર્ણયની અસર એટલે થશે કે ભારત [પોતાની જરૂરીયાતનું 50 ટકાથી વધારે પામ તેલ ઇન્ડોનેશિયાથી જ આયાત કરે છે. ઇન્ડોનેશિયા સરકારે ઘરેલૂ બજારમાં વધતી કિંમતોને કાબૂમાં રાખવા માટે આ નિર્ણય લીધો છે.
ખાદ્ય તેલની કિંમતોમાં ઉછાળ સંભવ
આટલું જ નહીં, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી સનફ્લાવર અને સોયાબીન તેલની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. રશિયા-યુક્રેન દુનિયાના સૌથી મોટા સનફ્લાવર અને સોયાબીન તેલનાં ઉત્પાદક દેશોમાંના છે.
પામ ઓઈલની સપ્લાય પર અસર થવાથી ઘરેલૂ બજારમાં તેલની કિંમતો પર પણ અસર પડી શકે હ્ચે. ખાદ્ય તેલ બજાર પર Adani Wilmar અને Ruchi Soya નો કબજો છે. એટલા માટે આ બંને શેર્સમાં સતત વધારો જોવામાં આવે છે. અનુમાન છે કે ખાદ્ય તેલની કિંમતોમાં વધારો થવાથી આ બંને કંપનીઓને લાભ થશે.
Adani Wilmarનાં સ્ટોક
Adani Wilmarનાં સ્ટોકમાં ગયા ઘણા દિવસોથી સતત અપર સર્કિટ જોવા મળે હ્ચે. શેર ગયા 5 દિવસોમાં લગભગ 25 ટકા વધી ચુક્યા છે. અદાણી વિલ્મરનાં શેર બુધવારે 5 ટકા વધીને 843.30 રૂપિયા પર બંધ થયા હતા. આ સ્ટોકમાં લિસ્ટિંગ બાદ જ વધારાની આ પ્રક્રિયા જોવા મળી. Adani Wilmarનો ભારતીય ખાદ્ય તેલ બજાર પર સૌથી વધારે કાબૂ છે.
રુચિ સોયાનાં શેર પણ આગળ
આ ઉપરાંત Ruchi Soyaનાં શેર્સમાં ગયા અમુક દિવસોથી વધારો જોવા મળ્યો છે. બજારમાં વહેંચાણ છતાં બુધવારે Ruchi Soya ઈંડસ્ટ્રીઝનાં શેર્સમાં વધારો કાયમ છે. કારોબારનાં અંતમાં શેર લગભગ 7 ટકા ઉછળીને 1104 રૂપિયા પર બંધ થયા હતા. આ શેર્સનાં ગયા 52 અઠવાડિયામાં ઉછાતમ સ્તર 1,377 રૂપિયા છે. Ruchi Soya યોગગુરુ રામદેવ બાબાની કંપની છે.
Ruchi Soya પાસે પામ ખેતી માટે 3 લાખ હેક્ટરની જમીન છે. 3 લાખ હેક્ટરમાંથી 56,000 હેક્ટર પર ખેતી થાય છે. બ્રાન્ડેડ પામ તેલ કંપનીનાં 12 ટકાનાં માર્કેટ શેર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.