દિલ્હીના કંઝાવાલા વિસ્તારના તટેસર ગામમાં ફાયરિંગની ઘટનામાં બે લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું કે શુક્રવારે સાંજે ૬.૨૫ વાગે ગ્રામ તટેસરમાં ગોળીબારની ઘટના અંગે પોલીસ સ્ટેશન કંઝાવાલામાં એક પીસીઆર કોલ આવ્યો હતો. પોલીસની એક ટીમ તરત ઘટના સ્થળે પહોંચી અને તે જગ્યાનું નિરીક્ષણ કર્યુ, જ્યાં તેમને એક ખાલી કારતૂસ અને લોહીના ડાઘ મળી આવ્યા હતા. ઘાયલોની ઓળખ મુકુલ અને ચંદ્રપ્રકાશ તરીકે થઈ છે, બંને ચાંદપુર ગામના રહેવાસી છે.
દિલ્હી પોલીસે આરોપીઓને ઝડપવા નાકાબંધી કરી
ગયા મહિને એક 22 વર્ષીય યુવાન પર ફાયરિંગ થયું હતું.
પોલીસે કહ્યું કે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગોળીબાર કરનાર બદમાશની ઓળખ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે તપાસ માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને કથિત લોકોને પકડવાના પ્રયાસો હાલ ચાલુ છે. ગયા મહિને એક ૨૨ વર્ષીય યુવાનને બે બદમાશો દ્વારા થયેલા ફાયરિંગ બાદ ગોળી વાગી હતી, જે દિલ્હીના ચંચલ પાર્કમાં તેની ઓફિસમાં ઘુસી ગયા હતા અને તેની પર લગભગ ત્રણ રાઉન્ડ ગોળીઓ ચલાવી હતી.
ઓફિસમાં ઘુસીને ફાયરીંગ કર્યું હતું
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બાઇક સવાર ત્રણ બદમાશ સોમ બજાર રોડ, ચંચલ પાર્ત્રક સ્થિત એક કેબલ અને વાઇફાઇ કાર્યાલયની સામે પહોંચ્યા હતા, આ પહેલા તેમાંથી બે બદમાશોએ કાર્યાલયમાં ઘૂસીને ૨૨ વર્ષીય હિતેશ પર ગોળી ચલાવી હતી. હિતેશને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે કહ્યું, સ્થળ પરથી ઓફિસની બહાર કુલ ૧૩ ખાલી કારતૂસ મળી આવ્યા હતા અને ઓફિસની અંદર ત્રણ ખાલી કારતૂસ પડેલાં મળી આવ્યાં હતાં. જો કે આ ઘટના પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.