બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / indigos-three-day-summer-sale

ઑફર / આ એરલાઇન્સનો સમર સેલ શરૂ, ફક્ત રુ. 999માં હવાઈ મુસાફરીનો મોકો

vtvAdmin

Last Updated: 04:34 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લો બજેટમાં હવાઈ મુસાફરી કરાવતી એરલાઇન Indigo ત્રણ દિવસનો સમર સેલ લઈને આવી છે. Indigoનો આ સેલ મંગળવાર 14 મેથી શરુ થયો છે જે 16 મે સુધી ચાલશે.

એરલાઇન્સે આ ત્રણ દિવસના સમર સેલમાં દેશમાં પોતાના 53 ડોમેસ્ટિક રુટ તેમજ 17 ઇન્ટરનેશનલ રુટ પર ડિસ્કાઉન્ટ ટિકિટ આપવાની ઓફર કરી હતી. એરલાઇન્સે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે, ‘આ ઓફર અંતર્ગત પ્રવાસીઓ 29મેથી 28 સપ્ટેમ્બર દરમિયાન પ્રવાસ કરી શકશે. જેના માટે પ્રવાસીઓએ ફક્ત રુ.999 ભાડા પેટે ચૂકવવા પડશે.’

જે રુટ માટે એરલાઇન્સે આ ઓફર કરી છે તેમાં દિલ્હી-અમદાવાદ, મુંબઈ-હૈદરાબાદ, હૈદરાબાદ-દુબઈ, ચૈન્નઈ-કુવૈત, દિલ્હી-ક્વાલાલંપુર અને બેંગલુરુ-માલે સામેલ છે. ઇન્ડિગોના અધિકારીએ કહ્યું કે, ‘ઉનાળુ વેકેશન શરુ છે ત્યારે અમે ત્રણ દિવસ માટે આ વિશેષ ઓફર લઈ આવ્યા છે. જે 14 મેથી 16મે સુધી ચાલશે.’

 

તેમણે કહ્યું કે, આ સાથે ઉનાળુ વેકેશનને વધુ ખાસ બનાવવા માટ Indigo પ્રીપેડ મર્યાદા કરતા વધારાનો સામાન તેમજ પ્રીપેડ એક્સપ્રેસ ચેક ઇન સેવા પર 30 ટકા જેટલું આકર્ષક ડિસ્કાઉન્ટ આપી રહી છે. ડીજીસીએના આંકડા મુજબ ડોમેસ્ટિક રુટના પ્રવાસીઓ વચ્ચે Indigo એરલાઇન્સની ભાગીદારી લગભગ 44% ટકા જેટલી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Flight Price Indigo Indigo Summer Sale Travel business Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ