બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મહિલાઓને આઝાદીની ભેટ ! દેશની સૌથી મોટી એરલાઈને નોકરીનું કર્યું મોટું એલાન

રોજગારીની તક / મહિલાઓને આઝાદીની ભેટ ! દેશની સૌથી મોટી એરલાઈને નોકરીનું કર્યું મોટું એલાન

Last Updated: 09:26 PM, 15 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડીગોએ મહિલાઓની ભરતીનું એલાન કર્યું છે.

દેશની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગોએ મહિલાઓને આઝાદીની ભેટ આપી છે. ઈન્ડીગોએ 1 વર્ષમાં વધારેમાં વધારે મહિલા પાયલટની ભરતીનું એલાન કર્યું છે. ઈન્ડિગો વધારેમાં વધારે મહિલાઓને નોકરી આપવા માગે છે.

શું બોલ્યાં ચીફ હ્યુમન રિસોર્સ મેનેજર

ઈન્ડિગોના ચીફ હ્યુમન રિસોર્સ મેનેજર સુખજીત એસ પસરિચાએ કહ્યું કે ઈન્ડિગોએ એક વર્ષની અંદર મહિલા પાઈલટોની સંખ્યા 1000થી ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો છે. હાલમાં એરલાઇનમાં 800થી વધુ મહિલા પાઇલોટ છે એટલે કંપની 200થી વધારે પાયલટની ભરતી કરવા માગે છે. ઈન્ડિગોના ચીફ હ્યુમન રિસોર્સ મેનેજર સુખજીત એસ પસરિચાએ ગુરુવારે કહ્યું કે તેઓ સતત મહિલાઓને વધુને વધુ તકો આપી રહ્યા છે. હવે અમારો ટાર્ગેટ મહિલા પાયલોટની સંખ્યા 1000થી વધુ લઈ જવાનો છે. અમે આવતા વર્ષ સુધીમાં આ આંકડો હાંસલ કરવા માંગીએ છીએ. આનાથી અમારા કર્મચારીઓમાં વિવિધતા વધશે. એરલાઇન તેના કાફલા અને નેટવર્કને પણ વિસ્તારવા જઈ રહી છે. અમારી એન્જિનિયરિંગ ટીમમાં મહિલાઓની સંખ્યામાં પણ લગભગ 30 ટકાનો વધારો થયો છે. આ એરલાઇનમાં દેશમાં સૌથી વધુ 800 મહિલા પાયલોટ છે. આખી દુનિયામાં અમારી પાસે મહિલા પાઈલટની સરેરાશ સૌથી વધુ છે.

વધુ વાંચો : સિલ્વર ન મળ્યાંના ગમમાં ભાવુક બની વિનેશ ફોગાટ, કરી દર્દભરી પોસ્ટ, રડી પડશો

બુધવારે 77 મહિલા પાઈલટને નોકરી આપી

ઈન્ડિગોએ બુધવારે 77 મહિલા પાઈલટને નોકરી આપી છે. તે કંપનીના એરબસ અને એટીઆર પ્લેન ઉડાડશે. આ મહિલા પાયલટોને આઝાદીના 77 વર્ષ પૂર્ણ થવા પર નોકરી આપવામાં આવી છે. માર્ચ 2024ના અંત સુધીમાં એરલાઇનમાં 36,860 કર્મચારીઓ હતા. તેમાંથી 5,038 પાઇલોટ અને 9,363 કેબિન ક્રૂ પણ સામેલ હતા. ગયા નાણાકીય વર્ષના અંત સુધીમાં, 713 મહિલા પાઇલટ એરલાઇનમાં કામ કરી રહી હતી. મહિલા કર્મચારીઓનો આંકડો 44 ટકા છે. LGBTQ સમુદાયના લોકોને પણ રાખવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IndiGo women pilots recrutmet IndiGo women pilots
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ