India's success in the fight against corona, this indigenous vaccine proved to be effective
કોવિડ રસી /
કોરોના સામેની લડાઈમાં ભારતની સફળતા, પ્રથમ ચરણમાં આ સ્વદેશી રસી અસરકારક પુરવાર થઈ
Team VTV01:40 AM, 17 Dec 20
| Updated: 09:15 AM, 17 Dec 20
ભારતની સ્વદેશી કોરોના રસી 'કોવાકસીન' ની ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ તબક્કાના પરિણામો બહાર આવ્યા છે. આ પરિણામથી લોકો તેમજ કંપનીને રાહત મળી છે. કંપનીએ બુધવારે કહ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલના પહેલા તબક્કામાં, રસીએ શરીરમાં એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી હતી અને આ સમયગાળા દરમિયાન કોઈ પ્રતિકૂળ અસર જોવા મળી ન હતી.
ભારત બાયોટેક્ની કોવાકસિનના પરિણામો જાહેર
સ્વદેશી કોરોના વેક્સિન છે કોવાકિસન
પ્રથમ ચરણના પરિણામોમાં કારગર પુરવાર થઈ કોરોન રસી
કંપનીએ કહ્યું કે પહેલા તબક્કાના રસીકરણ પછી કોઈ ગંભીર સમસ્યાઓ નહોતી અને જેઓ દવા વગર લેવામાં આવ્યા હતા. જ્યાં ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું ત્યાં જ દુ:ખાવો શરૂમાં હતો પરંતુ પછીથી તે ઠીક થઈ ગયો. ઉલ્લેખનીય છે કે સરકારને ઇમરજન્સી ઉપયોગ માટે આવેદન કરવામાં ફાઈજર, સીરમની સાથે કોવાકિસન પણ સામેલ છે.
આ ચરણમાં કુલ 375 લોકો સામેલ થયા હતા
વિવિધ સ્થળોએ કુલ 11 હોસ્પિટલોમાં, 375 વૉલંટિયર આ પરીક્ષણમાં શામેલ થયા હતા. પોર્ટલ 'madrxiv' પર પૂરા પાડવામાં આવેલા પરિણામો અનુસાર, રસી એન્ટિબોડીઝ તૈયાર કરવાનું કામ કરે છે. આ સિવાય ગંભીર અસરની એક ઘટના સામે આવી હતી, જે રસીકરણ સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું નથી. તેમાં જણાવાયું છે કે રસી બે થી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં રાખવામાં આવી હતી. નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત વિવિધ રસીઓ એક જ તાપમાને રાખવામાં આવે છે.
આ જાહેર થયેલા પરિણામ મુજબ, રસી લગાવ્યા બાદ પ્રતિકૂળ અસરનો એક ગંભીર કેસ સામે આવ્યો હતો. જેમાં ભાગ લેનારને 30 જુલાઈએ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. પાંચ દિવસ પછી, વ્યક્તિમાં કોવિડ -19 ના લક્ષણો જોવા મળ્યાં અને તેને સાર્સ-કોવ 2 માં ચેપ લાગ્યો.
પરિણામો અનુસાર એક ગંભીર કેસની ઘટના બની, પણ તે રસી સાથે સંકળાયેલ નહોતો
પરિણામો અનુસાર આ હળવા લક્ષણો હતા પરંતુ દર્દીને 15 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ન્યુક્લિક એસિડના પરિણામો નેગેટિવ આવ્યા હતા ત્યારે ભાગ વ્યક્તિને 22 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે આ કેસ રસી સાથે સંકળાયેલ ન હતો.
ભારત બાયોટેકના જોઇન્ટ ડાયરેક્ટર સુચિત્રા ઇલાએ આશા વ્યક્ત કરી હતી કે સલામતી અને ક્ષમતાના ડેટા સાથે કોવાક્સિન આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું હતું કે ભારત સરકારની તબક્કાવાર રસીકરણ યોજના મુજબ રસીને 2021 ના પ્રથમ ક્વાર્ટરમાં આ રસી ફર્સ્ટ કેટેગરી ધરાવતા લોકોને આપવામાં આવે તેવી અપેક્ષા છે.