Team VTV04:12 PM, 08 Feb 21
| Updated: 04:27 PM, 08 Feb 21
બીએસઈનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 2.7 ટ્રિલિયન ડોલરને પાર પહોંચ્યું હોવાથી ભારતીય શેરબજાર વિશ્વનું સાતમું સૌથી મોટું શેરબજાર બન્યું છે.
ઈન્ડીયન સ્ટોક માર્કેટ હવે કેનેડા, જર્મની અને સાઉદી અરેબિયા કરતા મોટું
2021 ની સાલમાં ટોચના 15 દેશોમાં ઈન્ડીયન સ્ટોક માર્કેટ બીજું સૌથી મોટું શ્રેષ્ઠ પ્રદર્શક રહ્યું
ઈન્ડીયન સ્ટોક માર્કેટ ફ્રાન્સને પાછળ રાખીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની શકે છે.
ઈન્ડીયન સ્ટોક માર્કેટ હવે કેનેડા, જર્મની અને સાઉદી અરેબિયા કરતા મોટું છે તેવું એક રિપોર્ટમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે 2021 ની સાલમાં ટોચના 15 દેશોમાં ઈન્ડીયન સ્ટોક માર્કેટ બીજું સૌથી મોટું શ્રેષ્ઠ પ્રદર્શક રહ્યું છે અને થોડા સમયમાં ફ્રાન્સને પાછળ રાખીને વિશ્વનું છઠ્ઠું સૌથી મોટું સ્ટોક માર્કેટ બની શકે છે. ફ્રાન્સના શેરબજારની કુલ મૂડી 2.86 ટ્રિલિયન ડોલર છે.
યુરોપના ફક્ત બે દેશ- ફ્રાન્સ અને બ્રિટન ટોચના સાત સ્ટોક માર્કેટમાં સ્થાન પામ્યાં
11 મહિનાના સમયગાળા બાદ ભારતીય સ્ટોક માર્કેટે 8 મા સૌથી મોટા સ્ટોક માર્કેટ કેનેડાને પાછળ રાખી દીધું છે. શેરબજારની મૂડીને આધારે ભારતીય સ્ટોક માર્કેટે આ સિદ્ધી હાંસલ કરી હતી. યુરોપની સૌથી મોટી ઈકોનોમી ગણાતા જર્મનીના સ્ટોક માર્કેટનું કુલ મૂડીભંડોળ 2.53 ટ્રિલિયન ડોલર છે. યુરોપના ફક્ત બે દેશ- ફ્રાન્સ અને બ્રિટન ટોચના સાત સ્ટોક માર્કેટમાં સ્થાન પામ્યાં છે.
1 જાન્યુઆરી બાદ ઈન્ડીયન સ્ટોક માર્કેટમાં 4.05 બિલિયન ડોલરનો મૂડીપ્રવાહ
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે 1 જાન્યુઆરી બાદ લગભગ 4.05 બિલિયન ડોલર ઈન્ડીયન સ્ટોક માર્કેટમાં મૂક્યા છે. આ ઉદય પામી રહેલા માર્કેટમાં બીજો સારો ફંડ પ્રવાહ છે. આ જ સમયગાળા દરમિયાન બ્રાઝિલમાં 4.5 બિલિયન ડોલરનો નાણાપ્રવાહ વહેતો થયો હતો.
2 ફેબ્રુઆરીએ તૂટ્યો હતો 24 વર્ષનો રેકોર્ડ
2 ફેબ્રુઆરીએ બીએસઇ ઇંડેક્સ પાંચ ટકા ઉપર બંધ થયો હતો. બજેટના દિવસે આ સેન્સેક્સમાં 24 વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 1 ફેબ્રુઆરીના રોજ સેંસેક્સ 2314.84 પોઇન્ટ ઉપર 48,600ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 646.60 પોઇન્ટ એટલે કે 4.74 ટકાના વધારા સાથે 14281.20ના સ્તર પર બંધ થઇ હતી.
સેક્ટોરિયલ ઇંડેકસ પર નજર
સેક્ટોરિયલ ઇંડેક્સ પર નજર કરીએ તો આજે પણ બધા સેક્ટર્સની શરુઆત વધારા પર થઇ. જેમાં બેંક, ફાઇનાન્સ સર્વિસસ, મેટલ, ફાર્મા, પ્રાઇવેટ બેંક, આઇટી, પીએસયુ બેંક, એફએમસીજી, મીડિયા અને રિયાલ્ટી સામેલ છે.
કિશોર બિયાની પર એક વર્ષનો પ્રતિબંધ
માર્ચ અને એપ્રિલ 2017 ની વચ્ચે ઈનસાઈડર ટ્રેડિંગ કરવાના આરોપસર સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયાએ કિશોર બિયાની પર એક વર્ષ સુધી શેરબજારમા વ્યવહાર નહીં કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ફ્યુચર રિટેલમાં ટ્રેડ કરવા અપ્રસિદ્ધ ભાવની સંવેદનશીલ માહિતીના દુરપયોગ કેસની ત પાસ બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીએ બિયાની પર આ પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સેબીના પ્રતિબંધ બાદ કિશાર બીયાની 1 વર્ષ સુધી ફ્યુચર રિટેલમાં સિક્યુરીટીન વેચી, ખરીદી કે સોદાબાજી નહી કરી શકે. એક નિવેદન જારી કરતા સેબીએ જણાવ્યું કે બિયાનીએ કેટલીક પાર્ટીઓ સાથે મળીને રુ. 17.78 કરોડની રકમનું કૌભાંડ આચર્યું હતું અને તેથી તેમની પર પ્રતિબંધ મૂકાયો છે.