બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Indias star cricketer shreyas iyer injured Dropped from Team India wont play against New Zealand
Arohi
Last Updated: 03:01 PM, 17 January 2023
ADVERTISEMENT
ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની વન ડે સીરિઝની શરૂઆત થવાના એક દિવસ પહેલા જ ભારતીય ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ઈજાના કારણે મિડલ ઓર્ડર સ્ટાર ક્રિકેટર શ્રેયસ અય્યરને સીરિઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. અય્યરની જગ્યાએ રજત પાટીદારને રિપ્લેસમેન્ટની રીતે શામેલ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિવેદન જાહેર કરતા જાણકારી આપી છે. તેમમે જણાવ્યું કે શ્રેયસને પીઠમાં ઈજા પહોંચવાના કારણે સીરિઝથી તેને બહાર કરી દેવામાં આવ્યો છે. હવે રિહૈબ માટે શ્રેયસ અય્યરને બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Team India batter Shreyas Iyer ruled out of the upcoming 3-match ODI series against New Zealand due to a back injury: BCCI
— ANI (@ANI) January 17, 2023
(Pic: BCCI) pic.twitter.com/d98a4mPc8c
ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની વન ડે ટીમ
રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત હાર્દિક પંડ્યા, રજત પાટીદાર, વોશિંગટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મો. શમી, મો. સિરાઝ, ઉમરાન મલિક.
ગયા વર્ષે હીરો રહેલા શ્રેયસ, આ વર્ષે ફ્લોપ
શ્રેયસ અય્યર માટે છેલ્લા વર્ષ એટલે કે 2022 ખૂબ જ સાનદાર રહ્યા હતા. ત્યાં જ ભારતીય ટીમ માટે વન ડે ફોર્મેટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યા હતા. તેમણે 17 મેચોમાં 724 રન બનાવ્યા હતા. પરંતુ આ નવું વર્ષ 2023ની શરૂઆત માટે સારૂ ન રહ્યું. અય્યરે આ વર્ષે ત્રણ મેચ રમી છે.
શ્રેયસે શ્રીલંકા વિરૂદ્ધ વન ડે સીરિઝની ત્રણ મેચોમાં 28,28 અને 38 રન બનાવ્યા. જ્યારે વર્ષ 2022 વિરૂદ્ધ છેલ્લે શ્રેયસ અય્યરે બે ટેસ્ટ મેચ રમી હતી. તેના બાદ ફિફ્ટી માર્યા હતા. એટલે કે શ્રયસ અય્યર 2022ની જેમ આ વર્ષે પોતાનો જલવો નહીં બતાવી શકે. હવે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સીરિઝથી પણ બહાર થઈ જશે.
દમદાર પ્રદર્શનના આધાર પર પાટીદારની એન્ટ્રી
ટોપ ઓર્ડરના બેટ્સમેન રજત પાટીદાર હાલ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. 29 વર્ષના પાટીદારે મધ્ય પ્રદેશની તરફથી રમતા પાછલા 5 ફર્સ્ટ ક્લાસ મેચોની 8 ઈનિંગમાં એક સેન્ચુરી ઉપરાંત 4 હાફ સેન્ચુરી મારી છે. આજ દમદાર પ્રદર્શનના આધાર પર તેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ વન ડે સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.