બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શિખર ધવને રિટાયરમેન્ટને લઇ આપ્યા સંકેત, ટૂંક સમયમાં કરી શકે સંન્યાસની જાહેરાત
Last Updated: 05:29 PM, 24 May 2024
IPL તેના અંતિમ સ્ટેજમાં છે. જેમાં માત્ર બે જ મેચ બાકી રહી છે. તેવામાં દિનેશ કાર્તિક બાદ શિખર ધવનનું રિટાયરમેન્ટને લઇ સ્ટેટમેન્ટ આવ્યું છે. જેમાં તેને કહ્યું છે "તે બદલાવના એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, જ્યાં તે લાઇફના નવા અધ્યાયની શરુઆત કરશે". આ IPLમાં ધવન માત્ર પાંચ મેચમાં જ જોવા મળ્યો હતો, ઇજાના કારણે તે ટીમની બહાર રહેવાથી પંજાબ ટીમની કેપ્ટનશિપ સેમ કરને કરી હતી.
શિખર ધવને આપ્યો સંન્યાસનો સંકેત
શિખર ધવને એક સ્ટેટમેન્ટ જણાવ્યું કે, "હું બદલાવના સમયમાંથી પસાર થઈ રહ્યો છું. જ્યાં મારી ક્રિકેટ પર વિરામ આવશે અને મારા જીવનનો નવો અધ્યાય શરૂ થશે. તમે જ્યારે રમો છો તો તમારી પાસે એક નિશ્ચિત સમય હોય છે. જે મારા પાસે હવે 1-2 વર્ષ જેટલો છે."
છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2022માં રમ્યો
શિખર ધવને પોતાના રિટાયરમેન્ટને લઇ સંકેત તો સ્પષ્ટ આપી દીધો છે પરંતુ તેને એ ચોખવટ નથી કરી કે તે IPLમાંથી રિટાયરમેન્ટ લેશે કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી? કારણ કે, ધવન છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2022માં રમ્યો હતો, ત્યાર બાદ લગાતાર તે ટીમની બહાર જ રહ્યો છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ફાઇનલમાં પહોંચશે રાજસ્થાન! હૈદરાબાદ માટે મેચ જીતવી મુશ્કેલ, સમજો જીતનું સમીકરણ
ઇજાના કારણે IPLથી રહ્યો દૂર
ધવને પોતાના ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત 2010માં કરી હતી. તેને ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન ડે રમી હતી. તો જૂન 2011માં T20 ડેબ્યૂ રમી હતી. IPL કરિયરની વાત કરવી હોય તો તેને કુલ 222 મેચ રમી છે. 221 ઈનિંગમાં 6769 રન બનાવ્યા છે. જેમાં 2 સદી અને 51 હાફ સેન્ચુરી મારી છે. 2024ની સીઝનમાં તે પાંચ મેચ જ રમ્યો જેમાં 125.62ની સ્ટ્રાઈક રેટથી 152 રન કર્યા જેમાં એક હાફ સેન્ચુરી બનાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.