બ્રેકિંગ ન્યુઝ
VTV / india's squad for ODI series against South Africa announced. Shikhar Dhawan named captain, Shreyas Iyer to be his deputy
Hiralal
Last Updated: 06:56 PM, 2 October 2022
ADVERTISEMENT
સાઉથ આફ્રિકા સામેની વન ડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા શિખર ધવનને આ સિરીઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે અન્ય સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ભારતને આફ્રિકા સામે 6 ઓક્ટોબરથી ત્રણ વન ડેની શ્રેણી રમવાની છે.
India's squad for ODI series against South Africa announced. Shikhar Dhawan named captain, Shreyas Iyer to be his deputy
— ANI (@ANI) October 2, 2022
(File Pic) pic.twitter.com/OeQgG5Yvxd
ADVERTISEMENT
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ વનડે
પ્રથમ વન-ડે : 6 ઓક્ટોબર, લખનઉ બપોરે 1.30 pm
બીજી વન-ડે : 9 ઑક્ટોબર, રાંચી 1.30 pm
ત્રીજી વન-ડે : 11 ઓક્ટોબર, દિલ્હી બપોરે 1.30 pm
હાલમાં ટીમ ઈન્ડીયા આફ્રિકા સામે ટી20 સિરિઝ રમી રહી છે
ટીમ ઈન્ડીયા હાલમાં સાઉથ આફ્રિકા સામે ટી20 સિરિઝ રમી રહી છે. પહેલી ટી20 મેચ ભારતે જીતી લીધી છે. રવિવારે બીજી મેચ યોજાવાની છે. સાઉથ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી 4 ઓક્ટોબરે પુરી થશે, જેના કારણે વર્લ્ડ કપની ટીમમાં સામેલ ખેલાડીઓ આ વન ડે શ્રેણીનો હિસ્સો નહીં બને.
Shikhar Dhawan to lead India's ODI team against South Africa
— ANI Digital (@ani_digital) October 2, 2022
Read @ANI Story | https://t.co/zErAyJQoM4#ShikharDhawan #TeamIndia #SouthAfrica #INDvsSAODI pic.twitter.com/C2I4RSUITn
સિનિયર ખેલાડીઓને આરામ
સાઉથ આફ્રિકા સામેની વનડે સિરિઝમાં સિનિયર ખેલાડીઓ લેવાયા નથી. તેમને ટી20 વર્લ્ડ કપ માટે રિઝર્વ રખાયા છે અને તેને કારણે તેમને થોડા સમયનો આરામ આપવામાં આવ્યો છે.
દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે શ્રેણી માટે ટીમ ઇન્ડિયા
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ અય્યર (વાઇસ કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મુકેશ કુમાર, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચહર.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.