વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડીયાની ફાઈનલ ટીમ જાહેર કરી દેવાઈ છે જેમાં એક ફેરફાર કરાયો છે અને તે એ છે કે અક્ષર પટેલને બદલે રવિચંદ્રન અશ્વિનને લેવાયો છે.
It was always going to be Ashwin after those two games against Australia. Really feel for Axar Patel and hopefully, he will get the big stage another day. India have preferred to go in with more bowling skill than a more all-round package. If Hardik is bowling well, I see Ashwin…
BCCIએ વર્લ્ડ કપ માટે ભારતની ફાઈનલ ટીમ જાહેર કરી છે. આમ તો BCCIએ 5 સપ્ટેમ્બરે જ વર્લ્ડ કપ માટે 15 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. આજે 28મી સપ્ટેમ્બર આ ટીમમાં ફેરફાર કરવાનો છેલ્લો દિવસ હતો અને તેમાં એક ફેરફાર કરાયો છે. અક્ષર પટેલને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરાયો છે અને તેને બદલે રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશ સામેની મેચમાં અશ્વિન ઈજાગ્રસ્ત થયો હતો. આ કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ વનડે શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો. તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરાયો હતો.
વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી
વર્લ્ડ કપની તૈયારી માટે ટીમ ઈન્ડિયા ગુવાહાટી પહોંચી ગઈ છે. ભારતીય ટીમ 30 સપ્ટેમ્બરે ગુવાહાટીમાં ઈંગ્લેન્ડ સાથે પ્રેક્ટિસ મેચ રમશે. ટીમ ઈન્ડિયાની બીજી પ્રેક્ટિસ મેચ 3 ઓક્ટોબરે ત્રિવેન્દ્રમમાં નેધરલેન્ડ સામે છે.
ક્યારે શરુ થાય છે વર્લ્ડ કપ
ICC ODI વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થઈ રહી છે. બંને ટીમો વચ્ચે ટૂર્નામેન્ટની આ પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમ 8 ઓક્ટોબરથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સાથે છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ માટે બંને ટીમો ટકરાશે.