India's neighboring country targeted by terrorists! 2 killed and 24 injured in suicide attack
BIG BREAKING /
ભારતનો પાડોશી દેશ આતંકીઓના નિશાને! આત્મઘાતી હુમલો થતા 2નાં મોત અને 24 ઘાયલ
Team VTV11:46 AM, 30 Nov 22
| Updated: 11:52 AM, 30 Nov 22
પોલીસના વાહન પર આત્મઘાતી હુમલામાં 20 પોલીસકર્મીઓ સહિત કુલ 24 લોકો ઘાયલ, ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
પાકિસ્તાનની સેના અને પોલીસ ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર
ક્વેટા શહેરમાં પોલીસના વાહન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો
એક પોલીસ કર્મી શહીદ, 20 પોલીસકર્મીઓ સહિત કુલ 24 લોકો ઘાયલ
પાકિસ્તાનની સેના અને પોલીસ ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર આવી હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ ક્વેટા શહેરમાં પોલીસના વાહન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો છે, જ્યારે 20 પોલીસકર્મીઓ સહિત કુલ 24 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જેને લઈ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં આ આત્મઘાતી હુમલો ક્વેટાના બલિલી વિસ્તારમાં થયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ ઘટના 2 પોલીસ કર્મી શહિદ થયા તો અન્ય 23 જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનુ સામે આવ્યું છે.
ક્વેટાના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ગુલામ અઝફર મહેસરે જણાવ્યું કે, વિસ્ફોટ પોલીસ ટ્રકને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થઈ ગયું છે કે આ આત્મઘાતી હુમલો હતો. ઘટનાસ્થળેથી આત્મઘાતી હુમલાખોરના અવશેષો પણ મળી આવ્યા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટને કારણે પોલીસની ટ્રક પલટી ખાઈ ગઈ અને ખાડામાં પડી ગઈ.
ડીઆઈજી મહેસરે જણાવ્યું કે,એક પોલીસકર્મી ટ્રક નીચે કચડાઈને ખાડામાં પડી જવાથી શહીદ થયા છે. લગભગ 20 પોલીસકર્મીઓ અને 4 સ્થાનિક નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલ પોલીસકર્મીઓ પૈકી બેની હાલત ગંભીર છે. એક દિવસ પહેલા જ પાકિસ્તાનના આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ તેના આતંકવાદીઓને આખા પાકિસ્તાનમાં હુમલા કરવાનો આદેશ આપ્યો હતો. જેના કારણે પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો હતો.