બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / India's NDRF team becomes 'angel' in Turkey: 8-year-old girl saved from death after 4 days

ઓપરેશન દોસ્ત / તુર્કીયેમાં ભારતની NDRF ટીમ બની 'દેવદૂત': 4 દિવસ બાદ 8 વર્ષની બાળકીને મોતના મુખમાંથી બચાવી, જુઓ VIDEO

Priyakant

Last Updated: 10:10 AM, 11 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની NDRFની ટીમો પણ બચાવ માટે તુર્કી અને સીરિયા પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી રહી છે

  • તુર્કીયેમાં 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપે તબાહી મચાવી 
  • ઓપરેશન દોસ્ત હેઠળ ભારત પહોંચ્યું તુર્કીયેની મદદે 
  • તુર્કીયેમાં 8 વર્ષની બાળકીને બચાવી ભારતની NDRF ટીમ બની 'દેવદૂત' 

તુર્કીયે અને તેના પડોશી દેશ સીરિયામાં 7.8ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં બંને દેશોમાં મૃત્યુઆંક 24,000ને પાર કરી ગયો છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. આ તબાહી વચ્ચે ભારતની NDRFની ટીમો પણ બચાવ માટે તુર્કી અને સીરિયા પહોંચી ગઈ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢી રહી છે.

turkey earthquake 

NDRF જવાનોએ 8 વર્ષની બાળકી બચાવી 
ઓપરેશન દોસ્ત હેઠળ ભારતે હાલ પોતાની ટીમ તુર્કીયેમાં મોકલી છે. જય કાટમાળ નીચે દટાયેલી 6 વર્ષની બાળકીને NDRF જવાનોએ બચાવી હતી. NDRF જવાનોએ 8 વર્ષની બાળકીને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી છે. ચોંકાવનારી વાત એ છે કે બાળકી 4 દિવસ બાદ કાટમાળમાંથી જીવતી બહાર આવી છે.

તુર્કીયે અને સીરિયામાં 24 વર્ષ બાદ સૌથી ભયંકર ભૂકંપ આવ્યો છે. અગાઉ 1999માં ઉત્તર-પશ્ચિમ તુર્કીમાં ભૂકંપના કારણે તબાહી સર્જાઈ હતી, જેમાં 17,000 લોકો માર્યા ગયા હતા. 2023ના ભૂકંપથી હજારો ઈમારતોને ભારે નુકસાન થયું છે. જાનહાનિમાં વધુ વધારો થવાની ધારણા છે કારણ કે, બચાવકર્તા હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધી રહ્યા છે. આ પછી પણ તુર્કીયેમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ભૂકંપ બાદ અત્યાર સુધીમાં 100થી વધુ આફ્ટરશોક્સ આવ્યા છે.

turkey earthquake 

મહત્વનું છે કે, સીરિયામાં અત્યાર સુધીમાં 3,500 થી વધુ લોકોના મોત થયા છે. સીરિયામાં ઘાયલોની સારવાર માટે રાહત સામગ્રી ખતમ થઈ ગઈ છે. ઉત્તર-પશ્ચિમ સીરિયાના ઇદલિબમાં કેન્દ્રીય હોસ્પિટલના ડો મોહમ્મદ અલ્બ્રાશે સહાય માટે તાત્કાલિક અપીલ જાહેર કરી. અલબ્રાશ કહે છે કે, અહીંની હોસ્પિટલો દવા અને સાધનોની અછતનો સામનો કરી રહી છે. તેણે અલ જઝીરાને કહ્યું, 'હોસ્પિટલ દર્દીઓથી ભરેલી છે. અમે આટલી મોટી સંખ્યામાં દર્દીઓનો સામનો કરી શકતા નથી. દર્દીઓને ગંભીર ઈજાઓ થઈ છે તેથી અમને વધુ મદદની જરૂર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Earthquakein Turkey NDRF Turkey earthquake turkey earthquake live news turkey earthquake news તુર્કીયેને ભારતની મદદ turkey earthquake live news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ