ઈસરોએ તેની ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરની નિષ્ફ્ળતાને ખંખરીને બમણા ઉત્સાહથી પોતાના નવા પ્રોજેક્ટ શરુ કરી દીધા છે. હાલ ઈસરોએ શ્રી હરિકોટાના બીજા લોન્ચપેડથી PSLV C47 લોન્ચ વ્હીકલ વડે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ Cartosat-3ને સફળતા પૂર્વક લોન્ચ કરીને હવામાં તરતું મૂકી દીધું છે.
Cartosat શ્રેણીનું 9મું સેટેલાઇટ Cartosat-3 એક જટિલ ઉપગ્રહ છે
આટલી ઉચાઈથી તરતા સમયે પણ સપાટી પરના બારીક ઘટકોની હાજરીને પકડી પાડશે.
ISROએ બુધવારે તેનો Cartosat-3 સેટેલાઇટ સફળતા પૂર્વક લોન્ચ કર્યો હતો. PSLV C47 લોન્ચ વ્હીકલ વડે લોન્ચ થયેલા આ સેટેલાઇટની સાથે સાથે વ્હીકલમાં અમેરિકાના 13 નેનો સેટેલાઈટ્સ પણ જોડાયેલા હતા. Cartosat-3 સેટેલાઇટ સવારે 9:28 વાગે લોન્ચ થયું હતું.
નોંધનીય છે કે આ PSLV C47નું 49મું મિશન છે અને PSLV C47ની XL કોન્ફિગરેશન સાથેની 21મી ફ્લાઇટ છે. આ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરનું 74મું લોન્ચ વ્હીકલ મિશન છે.
PSLV C47એ Cartosat-3ને 97.5 ડિગ્રીના ખૂણે 509 કિમીની કક્ષાએ તરતો મુક્યો છે. બીજા નેનો સ્ટેટલાઇટ્સને એક મિનિટ પછી તરતા મુકાયા હતા.
1625 કિલોનું Cartosat-3 Cartosat શ્રેણીનું 9મું સેટેલાઇટ છે. તેનું મુખ્ય કામ અવલોકનનું છે. પ્રથમ Cartosat-1 2005માં લોન્ચ કરાયું હતું.
આ સેટેલાઇટના કાર્યોમાં મિલિટરી, જંગલ પરીક્ષણ, શહેર આયોજન, દરિયાઈ અભ્યાસ, ખનીજોનો અભ્યાસ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
આ કક્ષામાં સૌથી બેસ્ટ રિઝોલ્યુશન આપે છે
આ સેટેલાઇટ આશ્ચર્યજનક રીતે 16 કિમીના વિસ્તારમાં 25 સેન્ટિમીટર જેટલી નાની વસ્તુને ડિટેકટ કરી શકશે.આ અમેરિકાના WorldView-4ની 31 સેન્ટિમીટરની ક્ષમતા કરતા વધુ બારીક છે.
શ્રેણીનું સૌથી ભારે સેટેલાઇટ છે
આ સેટેલાઈટનું વજન પાછલા સેટેલાઇટ કરતા બે ગણું છે. આ સેટેલાઇટમાં બધી લેટેસ્ટ ટેક્નોલોજી વાપરવામાં આવી છે જેમાં નવા સેન્સર્સ, વધુ ઝડપી ડેટાની આપ લે, નવી નૅવિગેશન પ્રોસેસર ચીપનો સમાવેશ થાય છે. આ નૅવિગેશન પ્રોસેસર ચીપનું નામ વિક્રમ 1601 છે અને તેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવ્યું છે.
ISROના મતે ભારતમાં વધી જતી મોટા પાયાના શહેરી આયોજનની, ગ્રામ્ય સંસાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની, દરિયકિનારા અને જમીનના વપરાશની અને વનઆચ્છાદનની વધતી જતી માંગને સંતોષવામાં મહત્વની ભૂમિકા ભજવશે.