બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / શ્રીલંકા સામે 32 રને ભારતની કારમી હાર, એક બોલરે ટીમ ઈન્ડિયાના ધૂરંધરોને પાણીમાં બેસાડ્યા
Last Updated: 10:10 PM, 4 August 2024
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકાએ બે મોટા ફેરફાર કર્યા હતા. ભારતીય ટીમમાં કોઈપણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ટીમ ઈન્ડિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. પરંતુ ભારતીય ટીમ 42.2 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકા માટે જેફરી વંડરસન સૌથી અસરકારક બોલર સાબિત થયો, તેણે કુલ 6 વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડોએ 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા. કુસલ મેન્ડિસે 30 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન ચરિથ અસલંગાએ 25 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. ડ્યુનિથ વેલ્લાલેજે 39 રન બનાવ્યા હતા. તેણે 1 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કામિન્દુ મેન્ડિસ 40 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી અને 3 વિકેટ લીધી. તેણે 10 ઓવરમાં માત્ર 30 રન આપ્યા હતા. કુલદીપ યાદવે 2 વિકેટ લીધી હતી. તેણે 10 ઓવરમાં 33 રન આપ્યા હતા. અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
Spinners shine as Sri Lanka notch up an impressive win to take a 1-0 lead in the ODI series 👊#SLvIND 📝: https://t.co/mhKCCIDBvl pic.twitter.com/T6RBwSdf3M
— ICC (@ICC) August 4, 2024
ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર બેટિંગ કરી હતી. રોહિત શર્માએ આજે પણ તોફાની બેટિંગ કરતી ફિફ્ટી ફટકારી હતી. પરંતુ રોહિત શર્મા અને ગિલના આઉટ થયા બાદ ભારતીય ટીમનો ધબડકો થયો હતો. રોહિત શર્માએ 44 બોલમાં 64 રનની ઈનિંગ રહી હતી જ્યારે શુભમન ગિલે 44 બોલમાં 35 રન ફટકાર્યા હતા. તો વિરાટ કોહલી 14 રને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે શિવમ દુબે અને કે.એલ.રાહુલ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. અક્ષર પટેલે સુંદર સાથે મળીને ફરી ભારતની ગાડી પાટા પર ચડાવી હતી પરંતુ ટીમને મેચમાં પરત લાવી શક્યા ન હતા અને અક્ષર પટેલ પણ 44 રનના સ્કોરે અસલંકાનો શિકાર બની ગયો હતો.
Sri Lanka win the 2nd ODI by 32 runs.#TeamIndia will look to bounce back in the 3rd and Final #SLvIND ODI.
— BCCI (@BCCI) August 4, 2024
Scorecard ▶️ https://t.co/KTwPVvU9s9 pic.twitter.com/wx1GiTimXp
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
વધુ વાંચો : 'ગંભીર લાંબા સમય સુધી નહીં ટકી શકે..' વર્લ્ડ કપ વિનર ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન, કારણ પણ ટાંક્યું
પથુમ નિસાન્કા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, ઝેનિથ લિયાંજ, ડ્યુનિથ વેલેજ, અકિલા ધનંજય, અસિથા ફર્નાન્ડો અને જેફરી વેન્ડરસે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.