કોરોના સંકટ / મહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર સુરતમાં શરૂ, અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારોની ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત

India's largest migration has started in Surat coronavirus epidemic lockdown

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધ્યો છે. ત્યારે હવે કોરોનાએ અમદાવાદ બાદ સુરતને બાનમાં લીધું છે. હાલ હીરાનગરી સુરતમાં કોરોનાના કેસનો આંક 6209 પર પહોંચ્યો છે. જેમાંથી 4109 સાજા થઇ ચૂક્યા છે. તો 188 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. સુરતમાં હાલ 1912 કોરોનાના એક્ટિવ કેસ છે. તો મહામારીમાં લૉકડાઉનની અસર સુરતના હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ્સ અને અન્ય ધંધાઓમાં ભારે અસર પહોંચી છે. તો અનલૉક બાદ હજુ ધંધા પાટે ચડ્યા નથી ત્યાં શહેરમાં કોરોના ફાટી નીકળ્યો છે. જેથી અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી સૌરાષ્ટ્ર તરફ હિજરત કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ