બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / 'બધું ફ્લોમાં થઈ ગયું...', સમય રૈનાએ મહારાષ્ટ્ર સાયબર સેલને આપ્યું નિવેદન, સ્વીકારી ભૂલ
Last Updated: 06:56 AM, 25 March 2025
લોકપ્રિય શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં થયેલા વિવાદની ચર્ચા હજુ અટકી નથી. સોમવારના રોજ, આ વિવાદમાં ફસાયેલા પોપ્યુલર કોમેડિયન સમય રૈના સાયબર સેલ સમક્ષ હાજર થયા. ત્રીજા સમન્સ પછી સમયે સાયબર સેલને પોતાનું નિવેદન આપ્યું. આ દરમિયાન સમયે શું કહ્યું, ચાલો જાણીએ.
ADVERTISEMENT
#WATCH | Mumbai: Comedian and YouTuber Samay Raina leaves from the office of Maharashtra Cyber Cell. He was summoned to record his statement in connection with India's Got Latent case. pic.twitter.com/acpugsrvOX
— ANI (@ANI) March 24, 2025
સમયે તેના નિવેદનમાં શું કહ્યું?
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સાયબર સેલને નિવેદન આપતી વખતે, સમયે પોતાની ભૂલ સ્વીકારી. આ દરમિયાન, કોમેડિયને કહ્યું કે શો દરમિયાન તેણે જે કંઈ કહ્યું તે ખોટું છે અને તે આ માટે પોતાની ભૂલ પણ સ્વીકારે છે. સાથે જ દુઃખી પણ છે. સમયે વધુમાં કહ્યું કે તેણે જે કહ્યું તે કહેવાનો તેનો કોઈ ઇરાદો નહોતો અને તે બધું ફ્લોમાં થઈ ગયું. આ ઉપરાંત, તેણે કહ્યું કે તે ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે અને ધ્યાન રાખશે.
માનસિક સ્વાસ્થ્ય સારું નથી - સમય
આ દરમિયાન સમયે એમ પણ કહ્યું કે આ સમગ્ર વિવાદ પછી તેનું માનસિક સ્વાસ્થ્ય સારું નથી અને તેની કેનેડા ટૂર પણ સારી નથી રહી. આ સમગ્ર વિવાદ પછી જ સમયે યુટ્યુબ પરથી શોના બધા એપિસોડ હટાવી દીધા. જયારે આ સમગ્ર મામલે, સુપ્રીમ કોર્ટે પોડકાસ્ટર અને તેના સાથીઓને આગામી નોટિસ સુધી શોને પ્રસારિત કરવાની મનાઈ કરી છે.
આ પણ વાંચો: લગ્નની વેબસાઈટ પર વર શોધવા ગઈ, પેલાએ હોટલ લઈ જઈને કર્યુ દુષ્કર્મ, વીડિયો પણ બનાવ્યો
શું છે આખો મામલો?
આ સમગ્ર મામલાની વાત કરીએ તો, આ સમગ્ર વિવાદ રણવીર અલ્લાહબાદિયાની અશ્લીલ ટિપ્પણી પછી શરૂ થયો હતો. સમયના શોમાં, રણવીરે માતાપિતાના સંબંધો પર ખૂબ જ ગંદી કોમેન્ટ કરી અને આ પછી, આખા દેશમાં આ અંગે આક્રોશ જોવા મળ્યો. આ અંગે બધાએ નારાજગી વ્યક્ત કરી. આ સમગ્ર વિવાદમાં, ફક્ત રણવીર અને સમય જ નહીં, પરંતુ અપૂર્વા મખીજા, આશિષ ચંચલાની અને શોના અન્ય લોકો પણ વિવાદમાં ફસાયેલા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
તારાજી / Video: 'હમ એક હી રાત મેં...', ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરના રામબનમાં કેવી તબાહી મચી? જુઓ લાઇવ દ્રશ્યો
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.