India's first private train felt the 'eclipse' of the recession, took this important decision
ભારતીય રેલ્વે /
ભારતની પહેલી ખાનગી ટ્રેનને લાગ્યું મંદીનું 'ગ્રહણ', લેવાયો આ મહત્વનો નિર્ણય
Team VTV07:00 PM, 17 Nov 20
| Updated: 07:11 PM, 17 Nov 20
ભારતીય રેલવેએ તેના ઇતિહાસમાં પહેલી વાર પ્રાઇવેટ ટ્રેનોના સંચાલનની અનુમતિ આપી હતી, જે બાદ તેજસ ટ્રેનોને શરુ કરવામાં આવી હતી, જો કે હવે ફરીથી તેને એક અસ્થાયી સમય માટે બંધ કરવું તેવી સ્થિતિ ઉભી થઇ છે.
તેજસ ટ્રેનોને હાલ સ્થગિત કરવાનો નિર્ણય
ઓછી યાત્રી સંખ્યાને લઈને લેવાયો નિર્ણય
દિલ્હી અને અમદાવાદના રૂટની તેજસ ટ્રેન બંધ કરાશે
મળતી માહિતી અનુસાર અમદાવાદથી મુંબઈના રૂટ પર અને નવી દિલ્હીથી લખનૌના રૂટ પર ચાલુ કરવામાં આવેલી તેજસ ટ્રેનને પૂરતી સંખ્યામાં યાત્રીઓ ન મળતા હોવાથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે આ ટ્રેનોના સંચાલનનો ખર્ચ તેમાંથી મળતી આવક કરતા ઘણો વધુ છે. જેથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
23મી નવેમ્બરથી બંધ થશે ટ્રેન
સરકારી રેલવે કંપની આઈઆરટીસી એ પહેલી કંપની હતી જેનેદેશની પહેલી પ્રાઇવેટ ટ્રેન તેજસનું સંચાલન શરુ કર્યું હતું, જો કે હવે આવકની દ્રષ્ટિએ પહોંચી ન શકાતા 23મી નવેમ્બરથી નવી દિલ્હીથી લખનૌ અને 24 નવેમ્બરથી અમદાવાદ મુંબઈના રૂટની તેજસ ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નથી મળતા પૂરતી ક્ષમતામાં યાત્રીઓ
રેલવેના પ્રવકતા સિદ્ધાર્થ સિંહના જણાવ્યાનુસાર આગામી આદેશ સુધી હાલ પૂરતું બંને ટ્રેનના સંચાલનને રોકવામાં આવે છે. જો કે આઈઆરસીટીસી ના સૂત્રોના જણાવ્યાનુસાર દિવાળીના સમય સુધી આ ટ્રેનોનું સંચાલન યોગ્ય રીતે ચાલી રહ્યું હતું, જો કે પછીના દિવસોમાં યાત્રીઓની ભારે અછત છે જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા પણ થઇ ચૂકી છે બંધ
આ અગાઉ 19 માર્ચે પણ આ ટ્રેનોને બંધ કરી દેવામાં આવી હતી, જેને લોકડાઉનના સમયમાં પૂરી રીતિ બંધ કરી દેવામાં આવી હતી, જો કે એક વાર ફરીથી તેને શરુ કરવામાં આવી હતી પરંતુ પૂરતી સંખ્યામાં મુસાફરો ન મળતા હોવાથી તેનું સંચાલન ફરીથી બંધ થવા જય રહ્યું છે.
બુકિંગમાં પણ જોવાઈ રહ્યો છે ઘટાડો
નોંધનીય છે કે નવી દિલ્હીથી લખનૌની વચ્ચે અને અમદાવાદથી મુંબઈની વચ્ચે ચાલનારી ત્રણોનું સંચાલન 7 મહિના સુધી બંધ રહ્યું હતું, જો કે 17 ઓક્ટોબર પછી ફરીથી જ્યારે તેનું સંચાલન શરુ કરાયું ત્યારથી આ ટ્રેનોમાં સરેરાશ બુકિંગ 25 ટકા થઇ ગયું છે જે કોરોના કાળ પહેલા 50 થી 80 તકાઆ જેટલી હતી.