બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ભારત / ચીન જાપાન પાણી ભરશે! ભારતની અર્થવ્યવસ્થાની દહાડ દુનિયામાં ગુંજશે, GDP પર ડેલોઈટ ઈન્ડિયાનો રિપોર્ટ

અર્થવ્યવસ્થા ટોપે..ટોપ.. / ચીન જાપાન પાણી ભરશે! ભારતની અર્થવ્યવસ્થાની દહાડ દુનિયામાં ગુંજશે, GDP પર ડેલોઈટ ઈન્ડિયાનો રિપોર્ટ

Last Updated: 08:06 PM, 7 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2024-25માં પણ ભારતનો આર્થિક વિકાસ બાકીના વિશ્વ કરતાં વધુ ઝડપી રહેશે. તેમાં 7 થી 7.2 ટકાની ઝડપે વૃદ્ધિ થવાની ધારણા છે.

ભારતીય અર્થવ્યવસ્થા દિવસે દિવસે મજબુત થઈ રહી છે. વિશ્વના મોટા મોટા દેશોને પાછળ છોડી ભારત આગળ વધી રહ્યું છે. સમગ્ર વિશ્વએ ભારતની વધતી અર્થવ્યવસ્થાની સફળતાનો સ્વીકાર કર્યો છે. ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકાના પ્રભાવશાળી વૃદ્ધિ દર સાથે વિશ્વની તમામ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી દીધી હતી. ચીન અને જાપાન પણ ભારત તરફ તાકી રહ્યા હતા. હવે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે નાણાકીય વર્ષ 2024-25માં પણ ભારતનો આર્થિક વિકાસ બાકીના વિશ્વ કરતાં વધુ ઝડપી રહેશે. તેમાં 7 થી 7.2 ટકાની ઝડપે વૃદ્ધિ થવાની ધારણા છે.

economy-growth.jpg

ભારતનો આર્થિક દર 7 ટકા ઉપર રહેશે

રિપોર્ટ અનુસાર વ્યક્તિગત વપરાશ વધી રહ્યો છે. આ ઉપરાંત લોકો ખાવા-પીવા ઉપરાંત અન્ય વસ્તુઓ પર પણ પોતાનો ખર્ચ વધારી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં વધતો ખર્ચ પણ ધંધાની ઘણી તકો ઉભી કરી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર મજબૂત અર્થતંત્રને કારણે ભારતનો આર્થિક વિકાસ દર આર્થિક સર્વેના અંદાજ કરતાં વધી જશે. આ આંકડો 7 ટકાથી ઉપર જશે. જો કે, તે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના અંદાજની નજીક જઈ રહ્યું છે.

economy-02.jpg

ચીન અને જાપાનમાં આર્થિક મંદી

IMFએ એપ્રિલમાં કહ્યું હતું કે 2025માં જાપાનનો GDP વધુ ઘટી શકે છે. જાપાનની અર્થવ્યવસ્થા સતત ઘટી રહી છે. વર્ષ 2025માં ભારતની જીડીપી 4.339 ટ્રિલિયન ડોલર અને જાપાનની 4.310 ટ્રિલિયન ડોલર હશે. જાપાનની જીડીપી વૃદ્ધિ 2023માં 1.9 ટકા, 2024માં 0.9 ટકા હતી. 2025માં તે 1 ટકા રહેવાનો અંદાજ છે. આ પહેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે અનુમાન લગાવ્યું હતું કે ચીનની અર્થવ્યવસ્થા 4.5 ટકાની ઝડપે વધશે. IMF કહે છે કે ચીનની વસ્તી વૃદ્ધ થઈ રહી છે. ઉત્પાદકતામાં ઘટાડો થવા ઉપરાંત તે પ્રોપર્ટીની કટોકટીમાં પણ ફસાઈ ગયો છે. આનાથી રોકાણકારો, ગ્રાહકો અને વ્યવસાયો પર નકારાત્મક અસર પડી રહી છે.

gdp.jpg

વધુ વાંચો : ખેડૂતોને મોદી સરકારે આપી મોટી રાહત! આટલા લાખની લોન પર વ્યાજકાપ યથાવત્, યોજનાને મંજૂરી

નવી નોકરીઓનું સર્જન થશે

ભારતમાં લોકસભાની ચૂંટણીને કારણે વર્ષ 2024ના પ્રથમ છ મહિના અનિશ્ચિતતામાં પસાર થયા છે. હવે અમને વિશ્વાસ છે કે બીજા ભાગમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે. દેશમાં નીતિગત સુધારા, અમેરિકાની ચૂંટણી પછી રાજકીય સ્થિરતા અને મોંઘવારી ઘટવાથી ભારતને ઝડપથી આગળ વધવાની તક મળશે. આશા છે કે હવે ખાનગી ક્ષેત્ર પણ રોકાણ વધારશે. બજેટ બાદ કૃષિ ઉત્પાદન, નવી નોકરીઓ અને નાના ઉદ્યોગોને આર્થિક સહાયમાં વધારો થશે. આગામી તહેવારોની મોસમ શહેરો અને ગામડાઓમાં લોકોને તેમના ખર્ચમાં વધારો કરવા માટે પણ પ્રેરિત કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

IndiasEconomicGrowth India economy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ