ચીનના હાંગઝોઉમાં સોમવારે પુરુષોની ટીમે 10 મીટર એર રાઈફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો હતો. હવે ભારત પાસે શૂટિંગમાં એક ગોલ્ડ સહિત 4 મેડલ છે તો કુલ 9 મેડલ છે.
એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી
ભારતે અત્યાર સુધીમાં 9 મેડલ જીત્યા છે
શૂટિંગમાં એક ગોલ્ડ સહિત 4 મેડલ
એશિયન ગેમ્સમાં બીજા દિવસે ભારતની શરૂઆત શાનદાર રહી હતી. ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પુરુષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ આ ગોલ્ડ જીત્યો, તો રોઈંગમાં પણ ભારતે બે બ્રોન્ઝ મેડલ જીત્યા. જ્યારે ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમરે બ્રોન્ઝ જીત્યો હતો. ભારતે અત્યાર સુધીમાં 9 મેડલ જીત્યા છે.
Gold medal🥇
Kudos to our shooters @RudrankkshP, @DivyanshSinghP7 and Aishwary Pratap Tomar for winning the first gold for India in the 10m Air Rifle Men's Team event.
May this historic victory serve as their inspiration to achieve even greater success. pic.twitter.com/EsZA3KnHND
ભારતે પહેલા દિવસે પાંચ મેડલ જીત્યા હતા
પહેલો મેડલ શૂટિંગમાં આવ્યો હતો - જ્યારે મેહુલી ઘોષ, આશી ચૌકસી અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો હતો. ત્યારબાદ રોઈંગમાં પણ ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.
As the sun set on the inaugural day of the #AsianGames 2023, Team India graced the stage with the brilliance of 5 medals!🥈🥉
In the calm waters of Hangzhou, our rowing champs snagged silver and bronze, while the sharpshooters, including Ashi Chouksey, Mehuli Ghosh, and Ramita,… pic.twitter.com/Nq7zdrjGGP
ભારત પાસે હવે આ ગેમ્સમાં 9 મેડલ
ચીનના હાંગઝોઉમાં સોમવારે પુરુષોની ટીમે 10 મીટર એર રાઈફલમાં ભારત માટે પહેલો ગોલ્ડ જીત્યો હતો. તે જ સમયે ભારતે મેન્સ પેર-4 અને રોઇંગમાં મેન્સ ક્વાડ્રપલ સ્કલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિવાય તેણે 10 મીટર એર રાઈફલમાં પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ભારત પાસે હવે આ ગેમ્સમાં 9 મેડલ છે.
શૂટિંગમાં એક ગોલ્ડ સહિત 4 મેડલ
હવે ભારત પાસે શૂટિંગમાં એક ગોલ્ડ સહિત 4 મેડલ છે. પ્રથમ દિવસે, 10 મીટર એર રાઇફલ મહિલા ટીમે સિલ્વર મેડલ જીત્યો અને રમિતાએ 10 મીટર એર રાઇફલ વ્યક્તિગતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. સોમવારે દિવ્યાંશ સિંહ, ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને રુદ્રાંક્ષ પાટીલની ત્રિપુટીએ 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીત્યો હતો. ઐશ્વર્ય પ્રતાપ સિંહે 10 મીટર એર રાઈફલ વ્યક્તિગતમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ જીત્યા હતા
મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ - 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર
અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર
બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ - (રોઇંગ): બ્રોન્ઝ
મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર
રમિતા જિંદલ - મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ
ઐશ્વર્ય તોમર, રૂદ્રાંક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવાર, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટીંગ): ગોલ્ડ
આશિષ, ભીમ સિંહ, જસવિન્દર સિંહ અને પુનીત કુમાર - મેન્સ કોક્સલેસ 4 (રોઇંગ): બ્રોન્ઝ
પરમિન્દર સિંઘ, સતનામ સિંઘ, જાકર ખાન અને સુખમીત સિંહ - મેન્સ ક્વાડ્રુપલ સ્કલ્સ (રોઇંગ): બ્રોન્ઝ