બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / India's decision sends shockwaves in Canada, says no country has done this in last 40-50 years
Priyakant
Last Updated: 02:20 PM, 20 October 2023
ADVERTISEMENT
India Canada News : રાજદ્વારી તણાવ વચ્ચે કેનેડાએ મોદી સરકારના અલ્ટીમેટમ બાદ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા છે. આ માહિતી કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ગુરુવારે ઓટાવામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી. આ દરમિયાન હવે કેનેડાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું છે કે, ભારતે કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવા માટે કહ્યું તે સામાન્ય ઘટના નથી. છેલ્લા 40 કે 50 વર્ષમાં આવી કોઈ ઘટના મને યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. જોકે ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવાની નિશ્ચિત તારીખ 10 ઓક્ટોબર હતી. પરંતુ કેનેડાએ ભારત સાથે ખાનગી વાટાઘાટો દ્વારા આ મામલો ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ મંત્રણા નિષ્ફળ રહી હતી.
કેનેડાના વિદેશ મંત્રીએ પુષ્ટિ કરી
કેનેડાના વિદેશ મંત્રી જોલીએ કહ્યું છે કે, હું પુષ્ટિ કરી શકું છું કે ભારતે 20 ઓક્ટોબર પછી 21 કેનેડિયન રાજદ્વારીઓ સિવાય તમામની રાજદ્વારી પ્રતિરક્ષા સમાપ્ત કરવાની તેની યોજના વિશે અમને જાણ કરી છે. રાજદ્વારીઓની સુરક્ષાને ધ્યાનમાં લેવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને અમે ભારતમાંથી તેમની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી છે. આનો અર્થ એ થયો કે ભારતમાં રહેતા 41 રાજદ્વારીઓ અને તેમના પરિવારોએ ભારત છોડી દીધું છે.
ADVERTISEMENT
કેનેડા દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે આ મહિને 3 ઓક્ટોબરના રોજ ભારત સરકારે કેનેડાને ચેતવણી આપી હતી કે, જો રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવામાં નહીં આવે તો તેમની તમામ રાજદ્વારી પ્રતિરક્ષા હટાવી દેવામાં આવશે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમ પર છે.
કેનેડા તરફથી કોઈ વધુ પ્રતિસાદ નથી: જોલી
એક કેનેડિયન ન્યૂઝ વેબસાઈટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ રાજદ્વારી વિવાદ વધુ વધે તેવી શક્યતા નથી. કારણ કે કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું છે કે, કેનેડાએ નિર્ણય લીધો છે કે તે ભારતના આ પગલા પર કોઈ પ્રતિક્રિયા નહીં આપે. કેનેડાના વિદેશ મંત્રી જોલીએ વધુમાં કહ્યું હતું કે, જે કેનેડિયન રાજદ્વારીઓને ભારત આજે હાંકી કાઢે છે તેઓને ભારતે કેનેડિયન રાજદ્વારીઓ તરીકે માન્યતા આપી હતી. અને તે તમામ રાજદ્વારીઓ સદ્ભાવના અને બંને દેશોના વ્યાપક હિતમાં લાભ માટે તેમની ફરજો બજાવી રહ્યા હતા.
40-50 વર્ષમાં કોઈ દેશે આવું કર્યું નથીઃ કેનેડાના ભૂતપૂર્વ રાજદ્વારી
ભારતના આ પગલા પર કેનેડાના ભૂતપૂર્વ રાજદ્વારી ગર પારડી કહે છે, હું આવી ઘટના વિશે ક્યારેય વિચારી શકતો નથી. એક દેશ સાથે રાજદ્વારી સંબંધો ખતમ કરવાના અને દરેકને દેશમાંથી બહાર કાઢવાના પગલા વિશે. તેથી હું બિલકુલ વિચારી શકતો નથી. હું છેલ્લા 40 કે 50 વર્ષમાં એવી કોઈ ઘટના યાદ નથી કે જ્યાં આવું કંઈક બન્યું હોય. સોવિયેત રશિયા સાથે પણ નહીં, જ્યારે આપણા રાજદ્વારી સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.
કેનેડાના અન્ય એક ભૂતપૂર્વ રાજદ્વારી અને કેનેડાના એશિયા પેસિફિક ફાઉન્ડેશનના પ્રમુખ જેફ નાનકીવેલે પણ કહ્યું કે, ભારતનું પગલું સામાન્ય નથી. તેમણે વધુમાં કહ્યું કે, હું આવી ઘટનાઓ વિશે વિચારી શકતો નથી. ભારત દ્વારા કરવામાં આવેલ આ કાર્યવાહી ચોક્કસપણે કોઈ ઉદાહરણ વગરની નથી. જે પ્રકારના સમાચાર આવી રહ્યા છે તેનાથી ભારતમાં કેનેડાની રાજદ્વારી કામગીરીમાં અવરોધ આવશે.
આવી ધમકીઓ આપવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે: કેનેડાના વિદેશ પ્રધાન
કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ વધુમાં જણાવ્યું હતું કે, કેનેડા ભારત સાથે સંપર્કમાં રહેશે, પહેલા કરતા પણ વધુ સંપર્કમાં રહેશે. કારણ કે અમને જમીન પર (ભારતમાં) રાજદ્વારીઓની જરૂર છે. અમારે એકબીજા સાથે વાતચીત કરવા સક્ષમ બનવાની જરૂર છે, વાત કરવાની જરૂર છે. કેનેડા આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવાનું ચાલુ રાખશે, જે તમામ દેશોને સમાન રીતે લાગુ પડે છે. કેનેડાના વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું કે, અમને ભારતના આ પગલાની અપેક્ષા નહોતી. આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી. કોઈપણ દેશના રાજદ્વારીઓના વિશેષાધિકારો અને પ્રતિરક્ષાને એકપક્ષીય રીતે સમાપ્ત કરવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. આ રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શનનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ રીતે છૂટ છીનવી લેવાની ધમકી આપીને બિનજરૂરી રીતે વિવાદ ઉશ્કેરવામાં આવે છે. જેના કારણે કોઈપણ રાજદ્વારી માટે તે દેશમાં કામ કરવું મુશ્કેલ બને છે.
ભારતે 'Tit for Tat' નીતિ અપનાવી
ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ ઉભો થયો જ્યારે 18 સપ્ટેમ્બરે કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હાંકી કાઢ્યા. જે બાદ ભારતે કેનેડાના ટોચના રાજદ્વારીને પાંચ દિવસમાં દેશ છોડવાનો આદેશ પણ જારી કર્યો હતો. થોડા દિવસો પછી ભારતે કેનેડાને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ અને કેનેડિયન રાજદ્વારીઓની વધુ સંખ્યાને ટાંકીને તેના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા કહ્યું. 3 ઓક્ટોબરના રોજ ભારતે ટ્રુડો સરકારને તેના રાજદ્વારીઓને પાછા બોલાવવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. ભારતે કેનેડાને 10 ઓક્ટોબર સુધીમાં નવી દિલ્હીથી તેના 41 વધારાના રાજદ્વારીઓને પાછા બોલાવવા કહ્યું હતું. ભારતે એમ પણ કહ્યું હતું કે જો આ રાજદ્વારીઓ 10 ઓક્ટોબર પછી પણ ભારતમાં રહેશે તો તેમની રાજદ્વારી પ્રતિરક્ષા પણ રદ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.