બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Indians Will No Longer Require Visas to Visit Brazil Says its President Jair Bolsonaro

ગુડ ન્યૂઝ / બ્રાઝિલના રાષ્ટ્રપતિએ વિઝાને લઈને કરી આ મોટી જાહેરાત, ભારતીયોને થશે ફાયદો

Bhushita

Last Updated: 11:18 AM, 25 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નાગરિકોને હવે બ્રાઝિલ જવા માટે વિઝાની જરૂર રહેશે નહીં. ભારતીયો હવે વગર વિઝાએ બ્રાઝિલ જઈ શકશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી. ચીન અને ભારતના યાત્રીઓ કે વ્યાપાર સાથે જોડાયેલા લોકોને હવે બ્રાઝિલ જવા માટે વિઝાની જરૂર રહેશે નહીં.

  • ભારતીયોને બ્રાઝિલ જવા નહીં પડે વિઝાની જરૂર
  • બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ કરી મોટી જાહેરાત
  • વિકાસશીલ રાષ્ટ્ર માટે પહેલી વાર બ્રાઝિલે બદલ્યા નિયમો

વર્ષની શરૂઆતમાં જ બ્રાઝિલની સત્તા સંભાળ્યા બાદ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ અનેક વિકસિત દેશોમાં વિઝા માટેની જરૂરિયાતને નાબૂદ કરી હતી. પંરતુ ભારત અને ચીનના નાગરિકો માટે આ સુવિધાની જાહેરાત ગુરુવારે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવી હતી. આ યોજનાને માટે પહેલીવાર કોઈ વિકાસશીલ રાષ્ટ્રને માટે બ્રાઝિલે પોતાના વિઝા નિયમોમાં બદલાવ કર્યો છે. 

આ દેશોને પહેલેથી બ્રાઝિલમાં આવવા માટે મળી ચૂકી છે છૂટ

વર્ષની શરૂઆતમાં બ્રાઝિલ સરકારે અમેરિકા, કેનેડા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના યાત્રીઓ  અને વ્યાપાર સાથે જોડાયેલા લોકોને માટે વિઝાની જરૂરિયાતને નાબૂદ કરી હતી. જો કે આ તમામ દેશોએ બ્રાઝિલના નાગરિકો માટે પોતાની વિઝાની જરૂરિયાતને નાબૂદ કરી નથી.

સંકળાયેલા મુદ્દાઓ

President Jair Bolsonaro Requirement Visit Brazil indians visa ફાયદો બ્રાઝિલ રાષ્ટ્રપતિની જાહેરાત વિઝા Brazil Visa Process
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ