ભારતીયોએ 1980 થી લઇને વર્ષ 2010ની વચ્ચે 30 વર્ષના સમયગાળામાં લગભગ 246.48 અરબ ડોલર (17,25,300 કરોડ રૂપિયા) થી લઇને 490 અરબ ડોલર (34,30,000 કરોડ રુપિયા)ની વચ્ચે કાળું નાણું દેશની બહાર મોકલવામાં આવ્યું. 3 અલગ-અલગ સંસ્થાઓ NIPFP, NCIR તથા NIFM પોતાના અભ્યાસ બાદ આ જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ લોકસભામાં રજૂ થયેલ ફાયનાન્સ પર સ્ટેન્ડિંગ કમિટીના એક રિપોર્ટ મુજબ, 3 સંસ્થાનું નિષ્કર્ષ છે કે, જે સેક્ટરમાં સૌથી વધુ કાળું નાણુ પ્રાપ્ત થયેલ છે તેમાં રિયલ એસ્ટેટ, માઇનિંગ ફાર્માસ્યુટિકલ્સ, પાન મસાલા, ગુટકા, તમાકું, બુલિયન, કમોડિટી, ફિલ્મ તથા એજ્યુકેશન છે.
કાળાધન પર કોઇ વિશ્વસનીય અનુમાન નથી
કમિટીએ ' સ્ટેટસ ઓફ અનએકાઉન્ટેડ ઇન્કમ/ વેલ્થ બોથ ઇનસાઇડ એન્ડ આઉટસાઇડ ધ કન્ટ્રી-એ ક્રિટિકલ એનાલિસિસ' નામના રિપોર્ટમાં જણાવ્યું છે કે, કાળું નાણુ પેદા થવું અથવા એકઠું થવુંને લઇને કોઇ વિશ્વસનીય અનુમાન નથી તથા આ પ્રકારના કોઇ અનુમાન વ્યક્ત કરવાની કોઇ સર્વ સામાન્ય પદ્ધતિ છે. આ વિષયના સંદર્ભમાં તમામ અનુમાન બુનિયાદી માન્યતા તથા તેમાં કરવામાં આવેલ સમાયોજનોની ઝીણવટા પર આધાર રાખે છે.
સંસ્થાઓના અલગ-અલગ આંકડા
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચે પોતાના રિપોર્ટમાં જણાવેલ છે કે, ભારત માંથી 1980 થી લઈ 2010 ની વચ્ચે 26,88,000 લાખ કરોડ રૂપિયાથી લઈ 34,30,000 કરોડ રૂપિયાનું કાળું નાણું વિદેશ મોકલવામાં આવ્યું છે.
તો નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટે કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધાર (1990-2008) સમયે આશરે 15,15,300 કરોડ રૂપિયાનું કાળું નાણું ભારતથી વિદેશ મોકલવામાં આવ્યું છે. તો આ તરફ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક પોલિસી એન્ડ ફાયનાન્સે કહ્યું કે, 1997-2009 દરમિયાન દેશની GDP ના 0.2 ટકાથી લઈ 7.4 ટકા સુધી કાળું નાણું વિદેશમાં મોકલવામાં આવેલ છે.