Indians Spend 75 Days a Year on Their Smartphones, Survey Claims
રિસર્ચ /
મોબાઈલની લત: ભારતીયો વર્ષના 75 દિવસ માત્ર મોબાઇલ પાછળ ગાળે છે
Team VTV06:14 PM, 21 Dec 19
| Updated: 06:25 PM, 21 Dec 19
દેશની મોબાઇલ-ઇન્ટરનેટ સેવા પુરી પાડતી કંપનીઓએ હમણા તેના પ્રિપેડ અને પોસ્ટપેડના દરમાં વધારો કર્યો છે.તેમ છતાં આખા વિશ્વમાં ભારત એવો દેશ છે જ્યાં ઇન્ટરનેટ પ્રમાણમાં સસ્તું છે. ભારત આજે સ્માર્ટફોનનું સૌથી મોટું માર્કેટ છે. ભારતમાં સૌથી વધુ સ્માર્ટફોન યુઝર્સ છે.
ચીનની મોબાઇલ કંપની વિવોએ સાયબર મીડિયા રિસર્ચ (સીએમઆર) સાથે કરેલા એક સર્વેક્ષણ મુજબ ભારતના લોકો વર્ષના 75 દિવસ મોબાઇલ પાછળ ગાળે છે. સર્વેક્ષણમાં સામેલ 75% લોકો માને છે કે કિશોર વયે તેમની પાસે પોતાનો સ્માર્ટફોન છે. જ્યારે 41% લોકોએ કહ્યું કે તેમની પાસે ગ્રેજ્યુએશન અને હાઇસ્કૂલ પાસ કર્યા પછી પોતાનો સ્માર્ટફોન આવ્યો છે.
આ સર્વે દેશના જુદા જુદા શહેરોમાં ઓનલાઇન કરવામાં આવ્યો હતો.આ સર્વેમાં યુવાનો, ગૃહિણી સહિત વિવિધ વર્ગના લોકોનો સમાવેશ કરાયો હતો. સર્વેમાં સામેલ લોકોની ઉંમર 18 થી 45 વર્ષ સુધીની હતી. જેમાં 64 ટકા પુરુષો અને 36 ટકા મહિલાઓ હતી. મોટાભાગના ભારતીયો વર્ષમાં તેમના કામના ત્રીજા ભાગનો સમય અથવા લગભગ 1800 કલાક ફોન પર વિતાવે છે.
કેટલાકે એમ પણ કહ્યું કે સમય હોય કે ન હોય તેઓ મોબાઇલ જોયા વિના 5 મિનિટની વધુ રહી શકતા નથી. 73 ટકા લોકો માને છે કે મોબાઇલનો ઉપયોગ જે રીતે વધી રહ્યો છે તે લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. દર પાંચમાંથી ત્રણ લોકો એવું માનતા હતા કે મોબાઇલથી દૂર રહેવાથી કે તેનો ઓછો ઉપયોગ કરવાથી જિંદગી વધુ ખુશહાલ બની શકે છે.