બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Indians can stay in America even after being fired from job know what is this B category visa
Arohi
Last Updated: 01:06 PM, 28 March 2023
ADVERTISEMENT
દુનિયાની દિગ્ગજ કંપનીઓ હાલ નોકરીઓમાં છટણી કરી રહી છે. તેની અસર ભારતીઓ પર પડી રહી છે. USAમાં ઘણા ભારતીય નોકરી કરે છે. ખાસ રીતે આઈટી ઈન્ડસ્ટ્રીમાં. એવામાં આ લોકોને પણ નોકરી જવાનો ડર હોય છે.
આ લોકો માટે સારી ખબર છે. હવે ભારતીય પોતાના વિઝાની કેટેગરી બદલીને નવી નોકરી માટે વધારે સમય પ્રાપ્ત કરી શકે છે. ગુગલ, માઈક્રોસોફ્ટ, એમેઝોન, મેટા જેવી કંપનીઓમાં નોકરી કરી રહેલા લોકો માટે મોટી રાહતની ખબર છે.
ADVERTISEMENT
ભારતીય પ્રોફેશનલ કરે છે H1B વિઝાનો ઉપયોગ
H1B વિઝા નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. જેનો ઉપયોગ સામાન્ય રીતે ભારતીય આઈટી પ્રોફેશનર દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વિઝા 3થી 6 વર્ષ માટે જાહેર કરવામાં આવે છે. જે વિદેશી કર્મચારીઓની નોકરી માટે આપવામાં આવે છે.
આ અમેરિકી કંપનીઓને ખાસ યોગ્યતા વાળા વ્યવસાયો અને ટેક્નિકલ એક્સપર્ટને નોકરી આપવાની પરવાનગી આપે છે. એવામાં જે H1B ધારકોએ ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરી દીધી છે તે પોતાના વર્ક વિઝાને અનિશ્ચિતકાળ માટે રિન્યૂ કરી શકે છે.
હજારો ભારતીય અમેરિકામાં કરી શકે છે નોકરી
ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોના લોકોને નોકરી આપવા માટે H1B વિઝા પર નિર્ભર રહે છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસે બુધવારે કહ્યું કે નોન-ઈમિગ્રન્ટ સર્વિસે બુધવારે કહ્યું કે જો નોન-ઈમિગ્રન્ટ ભારતીય પોતાની નોકરી ગુમાવી દે છે તો તેમને એ ગેરસમજણ થઈ શકે છે કે તેમના દેશ છોડવા માટે 60 દિવસ છે.
નોકરી ગયા બાદ શું છે વિકલ્પ?
USCIS અનુસાર એક નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસના એડજસ્ટમેન્ટ માટે એપ્લાય કરી શકે છે. તે ઉપરાંત તે નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસમાં ફેરફાર માટે એપ્લાય કરી શકે છે તે એક "અનિવાર્ય સંજોગો" રોજગાર પ્રાધિકરણ દસ્તાવેજ માટે એક આવેદન દાખલ કરી શકે છે.
USCISએ કહ્યું કે જો તેમાંથી કોઈ એક્શન 60 દિવસની છૂટ સમયગાળાની નજીક હોય છે તો અમેરિકા અને નોન-ઈમિગ્રન્ટની ઓફિશિયલ રીતે રહેવાનો સમયગાળો 60 દિવસથી વધારે હોઈ શકે છે. ભલે તે પોતાના પહેલા નોન-ઈમિગ્રન્ટ સ્ટેટસ ગુમાવી દે.
વર્ક પરમિટની જરૂર
એક રિપોર્ટ અનુસાર કોઈ વ્યક્તિ B1/B2ના સ્ટેટસમાં ફેરફાર માટે અરજી કરી શકે છે અને તેના વચ્ચે નવી નોકરીની શોધ પણ કરી શકે છે.
જો સ્ટેટસ ચેન્જ થવાની પ્રક્રિયા પહેલા કોઈ નવી નોકરી મળી જાય છે તો તે અરજી પરત લઈ શકે છે. પરંતુ જો સ્ટેટસ ચેન્જ કરવા માટે અરજી સ્વીકૃત થઈ જાય છે તો તમારે વર્ક પરમિટની ફરિયાદ થશે.
આપવા પડશે આ પુરાવા
B1/B2 વિઝા માટે તમારે આ પુરાવા આપવા પડશે કે તમે પોતાના રોકાણ માટે ફેંડની વ્યવસ્થા કરવામાં સક્ષમ છો અને તેની સાથે જ તમારા દેશની સાથે રિલેશનનો પુરાવો પણ આપવાનો રહેશે.
જો કોઈ વ્યક્તિ B1/B2 વિઝા પર અમેરિકામાં નોકરી કરવા ગયું છે અને નોકરીનો પ્રસ્તાવ મળવા પર H1-B વિઝા બદલવા માંગે છે તો તે વ્યક્તિ USCISના માધ્યમમાં નોન-ઈમિગ્રન્ટ સ્થિતિને બીજીકેટેગરીમાં બદલવાની રિક્વેસ્ટ કરી શકે છે.
USCISના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ આ સમયગાળામાં આ કામ કરવા માટે સફળ નથી થતા તો તેમને અને તેમના આશ્રિતોને 60 દિવસની અંદર કે પછી જે પણ તેમના રોકાવવાનો ઓફિશ્યલ સમય છે. તેમના સમાપ્ત થવા પર અમેરિકા છોડવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.