બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / H-1B વિઝાને લઇ અમેરિકાથી આવ્યા ગુડ ન્યુઝ, ભારતીયોને થઇ શકે છે સીધો ફાયદો, જાણો વિગત

photo-story

11 ફોટો ગેલેરી

NRI / H-1B વિઝાને લઇ અમેરિકાથી આવ્યા ગુડ ન્યુઝ, ભારતીયોને થઇ શકે છે સીધો ફાયદો, જાણો વિગત

Last Updated: 10:05 AM, 8 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અમેરિકામાં હાલ વિદેશી સ્કિલ વર્કરને અપાતા H-1B વિઝાને લઇ વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામને રદ કરવાની માંગ થઈ રહી છે તો તે વચ્ચે H-1B વિઝાને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. વિદેશ સ્કિલ વર્કરને મળે છે તે H-1B વિઝા રિન્યૂ કરાવવા માટે હવે તેમણે પોતાના દેશમાં પાછા નહીં જવું પડે આ કામ અમેરિકામાં રહીને જ થઈ જશે અને આનો લાભ આઇટી, ફાયનાન્સ અને હેલ્થ સેક્ટરમાં કામ કરનાર લાખો ભારતીયોને થશે.

1/11

photoStories-logo

1. H-1B વિઝા

એક વર્ષ પહેલા અમેરિકા વિદેશ વિભાગે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. તે સમયે 20,000 લોકોના H-1Bના વિઝા રિન્યૂ કરવામાં આવ્યા હતા. પાયલોટ પ્રોગ્રામ સફળ રહ્યો હતો. H-1B વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે અને તે બાદ તેને રિન્યૂ કરાવવા માટે લોકોએ વિઝા ધારકે પોતાના દેશમાં જવું પડે છે અને ત્યાં અમેરિકી દૂતાવાસમાં એપોઇન્ટમેન્ટ લઈને તેને રિન્યૂ કરાવવું પડે છે જે કામ લાંબુ અને ખર્ચાળ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. શું છે H-1B વિઝા ?

અમેરિકામાં નોકરી કરવી હોય કે પછી કોઇ અમેરિકાન કંપની તરફથી સ્પોન્સરશીપ મળી હોય તેના માટે જે વિઝા જરૂરી હોય છે તેને H-1B વિઝા કહેવાય છે. અને અમેરિકામાં ઓફિશિયલ રીતે નોકરી મેળવવા માટે H-1B વિઝા હોવા અત્યંત આવશ્યક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. રિન્યુઅલ USમાં થશે એ સારા સમાચાર

ભારતીયો સહિત દુનિયાના ઘણા દેશોમાં સ્કિલ પ્રોફેશનલની લાંબા સમયથી માંગ રહી છે છે રિન્યુઅલ પ્રોસેસ અમેરિકામાં જ થવું જોઈએ. ભારતીયોને વિઝા રિન્યૂ કરાવવા માટે અડધી દુનિયાની સફર ખેડીને ભારત આવવું પડે છે જેમાં તેમના લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે. એટલું જ નહીં પરંતુ અમેરિકી દૂતાવાસની એપોઇન્ટમેન્ટ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડે છે પરંતુ હવે જો અમેરિકામાં જ વિઝા રિન્યૂ થઈ શકશે તો એ સારા સમાચાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. શું કહ્યું અમેરિકા એ ?

અમેરિકાના વિદેશ વિભાગે એક પ્રેસ રીલીઝમાં કહ્યું કે, "વિદેશ વિભાગના H-1B વિઝા રિન્યુઅલ માટે શરૂ કરેલા પાયલોટ પ્રોજેક્ટના લીધે ભારતના ઘણા સ્કિલ વર્કર્સને અમેરિકા છોડ્યા વિના જ તેમના વિઝા રિન્યૂ કરાવવાની સુવિધા મળી છે. આ પાયલોટ પ્રોગ્રામે હજારો આવેદકોના રિન્યુઅલની પ્રક્રિયાને સરળ બનાવી અને અમેરિકી વિદેશ વિભાગ 2025 માં ઔપચારિક રીતે યુએસમાં જ રિન્યુઅલ પ્રોગ્રામ શરૂ કરવા માટે કામ કરી રહ્યું છે."

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. તારીખ હજુ નક્કી નથી

જો કે ભલે રિન્યુઅલ પ્રોગ્રામ આ વર્ષે 2025 માં શરૂ કરવાની વાત કરી હોય પરંતુ હજુ સુધી તેની તારીખ સામે આવી નથી, કે કયા દિવસથી આ પ્રોગ્રામ સત્તાવર રીતે શરૂ કરશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આવનાર થોડા મહિનાઓની અંદર જ આ પ્રોગ્રામની તારીખની જાહેરાત કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. વિઝા ફી

આ વિઝાને મેળવવા માટે અને વિઝા રિન્યુઅલ માટે કંપનીઓએ દરેક H-1B વિઝા ધારક માટે અલગ-અલગ ફી ચૂકવવાની રહે છે. જેના માટે દરેક કંપનીના અલગ-અલગ માપદંડો હોય છે જે મુજબ જે તે વિઝાની ફી નક્કી કરવામાં આવે છે. આ વિઝા ધારકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. રજીસ્ટ્રેશન ફી

H-1B વિઝા માટે રજીસ્ટ્રેશન ફી તરીકે 10 ડોલર ચુકવવાના હોય છે આ રકમ મોત ભાગે દર મહિનાના માર્ચ મહીનામાં જમા કરાવવાની હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. ફાઈલિંગ ફી

કંપનીઓએ H-1B વિઝા ધારકો માટે 460 ડોલર રકમ ભરવાની હોય છે, આ ઉપરાંત ફ્રોડ થાય તો વધારે 500 ડોલર રૂપિયાનો દંડ પણ ભરવો પડે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. એમ્પ્લોયર સરચાર્જ

જે કંપનીઓ તેમના કર્મચારીઓને કામ પર રાખે છે તેમણે વિઝા માટેના કન્સોલિડેટેડ અપ્રોપરીશન એક્ટ 2026 અંતર્ગત 4000 ડોલર ચૂકવવા પડશે જે લગભગ 3 લાખ 40 હજાર થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. કર્મચારીએ પણ કરવાનું રહે છે પેમેન્ટ

આ દરેક ફી અને ફંડને તમે H-1B વિઝાની ઓફિશિયલ વેબસાઇટ પર જમા કરવી શકો છો. જો કે વિઝાનું પાર્ટ પેમેન્ટ કર્મચારીએ પણ કરવાનું હોય છે, જો કે એમ્પ્લોયરે 4000 ડોલર ચુકવવાના હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. 15 દિવસમાં વિઝા

જો કંપની વિદેશી કર્મચારીને નોકરી પર રાખવાની ઉતાવળમાં છે તો તેણે 2805 ડોલર પ્રીમિયમ પ્રોસેસિંગ ફી ભરીને H-1B વિઝાની પ્રોસેસને માત્ર 15 કાર્યરત દિવસોમાં પૂરી કરીને વિઝા મેળવી શકે છે

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Visa Renew Indian employe H-1B Visa

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ