indian wrestler bajrang punia vinesh phogat meet sports ministry against brijbhushan
MeToo /
ફોગાટ બાદ અંશુ મલિકનો સનસનીખેજ આરોપ, 'બૃજભૂષણ મહિલા ખેલાડીઓની સામે તેની રુમ ખુલ્લી રાખતો'
Team VTV04:27 PM, 19 Jan 23
| Updated: 04:40 PM, 19 Jan 23
અંશુ મલિકે કહ્યું કે નિયમો અનુસાર ફેડરેશનનો કોઈપણ મેમ્બર ખેલાડીઓવાળા હોટલમાં રોકાઈ શકે નહીં. તેમ છતાં ભારતીય કુશ્તી સંઘનાં અઘ્યક્ષ બૃજભૂષણસિંહ એ જ હોટલમાં રોકાતા હતાં જેમાં મહિલા ખેલાડીઓનાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હોય.
વિનેશ ફોગાટે અધ્યક્ષ બૃજભૂષણશ પર લગાવ્યો આરોપ
અંશુ મલિકે કહ્યું કે મહિલા ખેલાડીઓની હોટલમાં તેઓ રોકાતા હતાં
પહેલવાનોનાં યૌન શોષણ કરવાનો લગાવ્યો છે આરોપ
બૃજભૂષણે ખેલમંત્રી સાથે ફોન પર કરી વાતચીત
અંશુ મલિકે કહ્યું કે નિયમો અનુસાર ફેડરેશનનો કોઈપણ મેમ્બર ખેલાડીઓવાળા હોટલમાં રોકાઈ શકે નહીં. તેમ છતાં ભારતીય કુશ્તી સંઘનાં અઘ્યક્ષ બૃજભૂષણસિંહ એ જ હોટલમાં રોકાતા હતાં જેમાં મહિલા ખેલાડીઓનાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી હોય. દેશનાં ચેમ્પિયન પહેલવાન અને ફેડરેશન સામે-સામે આવી ગયાં છે. રેસલિંગ ફેડરેશનનાં ચીફ બૃજભૂષણ શરણસિંહ પર યૌન શોષણ જેવા ગંભીર આરોપો લગાડ્યાં છે. છેલ્લાં 24 કલાકથી આ મામલો ખુબ ગરમાયો છે. બૃજભૂષણ શરણસિંહ પર વિનેશ ફોગાટે મહિલા પહેલવાનોની સાથે યૌન શોષણનો આરોપ લગાડ્યો છે સાથે જ બજરંગ પૂનિયાએ આ ફેડરેશનને જ બદલવાની માંગ ઊઠાવી છે.
બૃજભૂષણ રૂમનો દરવાજો ખુલ્લો મૂકતાં-અંશુ મલિક
અંશુ મલિકે કહ્યું કે વિદેશની યાત્રા પર બૃજભૂષણસિંહ હોટલમાં મહિલા પહેલવાનોની સામેનાં રૂમમાં રહેતા હતાં. સાથે જ તેમણે કહ્યું કે તેઓ પોતાના રૂમનો દરવાજો હંમેશા ખુલ્લો રાખતાં હતાં.
ખેલમંત્રી સાથે ફોન પર કરી વાતચીત
આ પહેલા માહિતી મળી હતી કે બૃજભૂષણે ફોન પર ખેલમંત્રીને આ મામલા પર સ્પષ્ટતા આપી છે. તેમણે ફોન પર મંત્રીને કહ્યું હતું કે જો તેમની સામેનો એક પણ આરોપ સાચો નિકળ્યો તો તેમને ફાંસી પર ચડાવી દેજો. તેમણે કહ્યું કે 22થી 28 વર્ષની વચ્ચેની ઉંમરમાં પહેલવાન શાનદાર પ્રદર્શન કરે છે. જે ખેલાડી પ્રદર્શન કરે છે તે ઓલંપિક મેડલ જીતી નહીં શકે અને એ જ ક્રોધમાં બદલી જશે.
Coaches are harassing women, and some coaches who are favourite of the federation misbehave with women coaches as well. They sexually harass girls. The WFI president has sexually harassed so many girls: Wrestler Vinesh Phogat pic.twitter.com/AqUetaXsGa
પહેલવાનો કરી રહ્યાં છે હડતાલ
પહેલવાનોનું કહેવું છે કે જ્યાં સુધી આ મામલાની કોઈ કાર્યવાહી નથી થતી તેઓ જંતર-મંતરથી ઊઠશે નહીં, તેઓ હડતાલ ચાલુ જ રાખશે.
ચોંકાવનારા આરોપો લાગ્યા
બૃજભૂષણ શરણસિંહ પર આરોપ લગાવતા વિનેશ ફોગટ રડવા લાગી હતી. વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા અને ઓલિમ્પિયન વિનેશે એવો પણ દાવો કર્યો હતો કે લખનૌમાં રાષ્ટ્રીય શિબિરમાં કેટલાક કોચ દ્વારા મહિલાઓનું શોષણ કરાયું છે. તેણે આરોપ લગાવ્યો કે શિબિરમાં કેટલીક મહિલાઓ છે જે WFI પ્રમુખના કહેવા થી અન્ય કુસ્તીબાજોના સંપર્કમાં આવે છે.
મારી નાંખવાની ધમકી આપી
આ 28 વર્ષીય મહિલા કુસ્તીબાજએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે પોતે આ પ્રકારના વ્યવહારનો ભોગ બની નથી. વધુમાં તેમણે દાવા સાથે કહ્યું કે WFI પ્રમુખના ઈશારે તેના નજીકના અધિકારીઓ મારી નાંખવાની ધમકી આપી હતી. કારણ કે આ મામલે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ બાદ બેઠક દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોર્યું હતું.