બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indian team scored 347 run in first odi of indvsnz, shreyas did first sanctuary

INDvsNZ / પ્રથમ વન ડે ભારતીય ટીમની શાનદાર બેટિંગ ; અય્યરે ફટકારી સદી, ન્યૂઝીલેન્ડને આપ્યો 348 રનનો લક્ષ્યાંક

Parth

Last Updated: 01:28 PM, 5 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ વન ડે મેચ રમાઈ રહી છે જેમાં ભારતીય બેટ્સમેને ફરીથી શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે આજે 50 ઓવરમાં 347 રન ફટકાર્યા અને ન્યૂઝીલેન્ડને મોટો પડકાર ફેંક્યો. નોંધનીય છે કે આજે મયંક અને પૃથ્વી પોતાની ડેબ્યુ મેચ રમી રહ્યા હતા.

  • ભારતે ન્યૂઝીલેન્ડને 348 રનનો આપ્યો લક્ષ્યાંક 
  • શ્રેયસ અય્યરે ફટકારી સદી 
  •  ટિમ સાઉદીએ લીધી 2 વિકેટ 

ભારતીય ટીમે પહેંલા બેટિંગ કરતા 50 ઓવરમાં 347 રન બનાવ્યા. ટીમમાં સૌથી વધારે રન શ્રેયસ અય્યરે 103 રન બનાવ્યા છે. શ્રેયસ અય્યરે આજે કરિયરની પહેલી સદી ફટકારી હતી. કેપ્ટન કોહલીએ 51 અને કે એલ રાહુલે 88 રન કર્યા હતા. છેલ્લી ઘડીએ બેટિંગ કરવા આવેલ કેદાર જાધવે પણ 15 બોલમાં 26 રન કર્યા હતા. 

ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉદીએ 2 અને કોલીન ડી ગ્રેંડહોમ અને ઈશ સોઢીએ એક-એક વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ પહેલાં બેટિંગ કરતા 54 રનના સ્કોર પર ઓપનીંગ બેટ્સમેન પૃથ્વી અને મયંકની વિકેટ ગુમાવી દીધી. 

 જે બાદ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરે શાનદાર બેટિંગ કરીને લાંબી પાર્ટનરશીપ કરી. પરંતુ વિરાટ કોહલી ઈશ સોઢીની બોલ પર બોલ્ડ થઇ ગયા. કોહલીના આઉટ થયા બાદ અય્યર અને રાહુલે 136 રનની પાર્ટનરશીપ કરી. જે બાદ અય્યર પણ કેચ આઉટ થઇ ગયા. અંત સમયમાં બેટિંગ કરવા આવેલ કેદાર જાધવે ખુબ આક્રામક બેટિંગ કરી. જાધવ ભારતનો સ્કોર 347 સુધી લઇ ગયા હતા. નોંધનીય છે કે ભારત તરફથી પૃથ્વી અને મયંક ડેબ્યુ કરી રહ્યા છે. 

ભારતીય ટીમ : વિરાટ કોહલી, પૃથ્વી શો, મયંક અગ્રવાલ, કે એલ રાહુલ, મનીષ પાંડે, ઋષભ પંત, શ્રેયસ અય્યર, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની

સંકળાયેલા મુદ્દાઓ

Cricket INDvsNZ Ken Willamson One Day International Virat Kohli INDvsNZ2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ