બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / ડિપોર્ટેશન વધતા કેનેડામાં ભારતીયોની સ્થિતિ હાલ ગંભીર, ચાલ્યા ભૂખ હડતાળના રસ્તે, કહ્યું 'તેમને જાણ જ નહોતી કે..'

NRI ન્યૂઝ / ડિપોર્ટેશન વધતા કેનેડામાં ભારતીયોની સ્થિતિ હાલ ગંભીર, ચાલ્યા ભૂખ હડતાળના રસ્તે, કહ્યું 'તેમને જાણ જ નહોતી કે..'

Last Updated: 04:18 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં પરમેનેન્ટ રેસિડન્સીના સ્લોટમાં ઘટાડો કર્યો, તેના વિરોધમાં ભારતીય વિદ્યાર્થીઓ ચાર દિવસથી ભૂખ હડતાળ પર છે. તેઓ હવે 24 કલાક માટે સંપૂર્ણ ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે.

કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાંથી ડિપોર્ટેશનનો સામનો કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ચાર દિવસથી ભૂખ હડતાળ પર છે. તેઓએ 28 મેના રોજ લિકવીડ લેવાનું પણ બંધ કરીને 24 કલાક માટે સંપૂર્ણ ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન સંબંધિત પ્રાંતીય કાયદાઓમાં ફેરફાર પછી દેશનિકાલનો સામનો કરી રહ્યા છે, એના વિરોધમાં જ વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતરી ગયા છે.

એક ભારતીય પ્રદર્શનકારીએ કહ્યું કે લગભગ 50 વિદ્યાર્થીઓ તો પહેલા જ કેનેડા છોડી ચૂક્યા છે. અહેવાલ અનુસાર, ચાર દિવસની ભૂખ હડતાળ પછી, પ્રદર્શનકારીઓએ 28 મેના રોજ સૂકી ભૂખ હડતાળ શરૂ કરી. સૂકી ભૂખ હડતાલ એટલે પ્રદર્શનકારીઓ કોઈપણ લિકવીડ પણ નહીં લે, અને ચાર દિવસની ભૂખ હડતાલ અને હવે લિકવીડ લેવાનું પણ બંધ કરી દેતા તેમના જીવ વધુ જોખમમાં મૂકાયા છે.

ભારતીય ઈમિગ્રન્ટ્સનું કહેવું છે કે તેમની તકો છીનવાઈ રહી છે. પ્રદર્શનકારીઓ કેનેડામાં કાયમી નિવાસ મેળવવાની પ્રક્રિયામાં હતા તેવા લોકોના જીવનમાં વિક્ષેપ પાડવા માટે સરકારને દોષી ઠેરવી રહ્યા છે. ત્યાંની સરકાર જો તેમની વાત સાંભળવાનો ઇનકાર કરે તો ભારતીય વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શનને વધુ તેજ બનાવવાનું આયોજન છે. તેઓ કહે છે કે સરકાર બહેરી થઈ ગઈ છે. તેમને ખબર છે કે ભૂખ હડતાલ કરવાથી તેમના જીવને જોખમ છે, પરંતુ જ્યાં સુધી તેમની વાત સંભાળવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આ હડતાલ ચાલુ રાખવાના છે.

વધુ વાંચો: ઈમિગ્રેશન પરમિટમાં કાપ મૂકાતા કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, કર્યું વિરોધ પ્રદર્શન

પ્રદર્શનકારીઓની માંગ છે કે જુલાઈ 2023 પહેલા કેનેડા આવેલા લોકોને ઈમિગ્રેશન કટમાંથી મુક્તિ આપવામાં આવે. જે પહેલા આવેલા છે એ લોકોને તો ખબર નહોતી કે આવી રીતે નિયમોમાં ફેરફાર થશે. જણાવી દઈએ કે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI) સરકારના 2024 માં પરમેનેન્ટ રેસિડન્સીના સ્લોટમાં ઘટાડો કરીને કામદારોની સંખ્યા લગભગ 2,100 થી ઘટાડીને 1,600 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના વિરોધમાં આ પ્રદર્શન ચાલી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Students Protest Canada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ