બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી ઘાતકી હત્યા, સુરક્ષા ગાર્ડ તરીકે કરતો હતો કામ
Last Updated: 10:51 AM, 9 December 2024
Indian Student Shot dead in Canada: હજુ બે દિવસ પહેલા જ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં આરોપી અને મૃતક વિદ્યાર્થી એક જ રૂમમાં રહેતા હતા. આ ઘટના હજુ ભુલાઈ નથી, ત્યારે હવે વધુ એક ભારતીય વિદ્યાર્થીની હત્યાની ઘટના બની છે. કેનેડામાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
ભારતીય વિદ્યાર્થી સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો
કેનેડાના એડમોન્ટનમાં એક એપાર્ટમેન્ટમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. આ મામલે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'શુક્રવારે (7 ડિસેમ્બર 2024) બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.' ભારતીય વિદ્યાર્થીનું નામ હર્ષદીપ સિંહ છે. જે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. કેનેડિયન પોલીસે શનિવારે (8 ડિસેમ્બર 2024) જણાવ્યું હતું કે, 'અમે બે આરોપી - ઇવાન રેન અને જુડિથ સોલ્ટોની ધરપકડ કરી છે - અને તેમની પર પ્રથમ-ડિગ્રી હત્યાનો આરોપ મૂક્યો છે.'
ADVERTISEMENT
જાણો શું છે સમગ્ર મામલો?
એડમન્ટન પોલીસના જણાવ્યાનુસાર, 'એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલ છે. જે બાદ 107 એવન્યુ વિસ્તારમાં પહોંચતા જ પોલીસે હર્ષદીપ સિંહને બેભાન અવસ્થામાં જોયો. પોલીસ હર્ષદીપને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જો કે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પર હાજર ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના કથિત સીસીટીવી વીડિયોમાં ત્રણ સભ્યોના ગૃપમાંથી એક હુમલાખોર હર્ષદીપને સીડી પરથી નીચે ફેંકી રહ્યો છે અને પાછળથી ગોળી મારીને હત્યા કરતો જોવા મળી રહ્યો છે.
અગાઉ કેનેડાના ઓન્ટારિયોમાં હત્યા કરવામાં આવી હતી
નોંધનીય છે કે, અગાઉ કેનેડાના ઓન્ટારિયોમાં એક ઝઘડા દરમિયાન 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરાસિસ સિંહની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 194 ક્વીન સ્ટ્રીટ પર ચલુથી હુમલાની જાણકારી મળી, જ્યાં ગુરાસિસ સિંગ અને 36 વર્ષીય આરોપી ક્રોસ્લે હન્ટર એક જ રૂમમાં રહેતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT