બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / Video: કેનેડામાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરાયાના ચોંકાવનારા દ્રશ્યો, જુઓ CCTV ફૂટેજ
Last Updated: 12:20 PM, 9 December 2024
Canada Indian student killed : કેનેડામાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવાતા હડકંપ મચી ગયો છે. વાસ્તવમાં કેનેડાના એડમોન્ટનમાં સુરક્ષા ગાર્ડ હર્ષનદીપ સિંહની હત્યા કરી દેવાઈ છે. બે શખ્સોએ હર્ષનદીપની ગોળી મારીને હત્યા કરી હતી. આ તરફ હવે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નોંધનિય છે કે, હજુ બે દિવસ પહેલા જ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં આરોપી અને મૃતક વિદ્યાર્થી એક જ રૂમમાં રહેતા હતા.
ADVERTISEMENT
સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતાં ભારતીય વિદ્યાર્થીની હત્યા
વિગતો મુજબ કેનેડાના એડમોન્ટનમાં એક એપાર્ટમેન્ટમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. આ મામલે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, 'શુક્રવારે (7 ડિસેમ્બર 2024) બે શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.' ભારતીય વિદ્યાર્થીનું નામ હર્ષદીપ સિંહ છે. જે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો. કેનેડિયન પોલીસે શનિવારે (8 ડિસેમ્બર 2024) જણાવ્યું હતું કે, 'અમે બે આરોપી - ઇવાન રેન અને જુડિથ સોલ્ટોની ધરપકડ કરી છે - અને તેમની પર પ્રથમ-ડિગ્રી હત્યાનો આરોપ મૂક્યો છે.' આ તરફ હવે આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
ADVERTISEMENT
કેનેડામાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા,
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 9, 2024
સામે આવ્યા સમગ્ર ઘટનાના ચોંકાવનારા CCTV
(કેનેડામાં 20 વર્ષના ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે. કેનેડાના એડમોન્ટનમાં સુરક્ષા ગાર્ડ હર્ષનદીપ સિંહની હત્યા કરી દેવાઇ છે. જેના CCTV ફૂટેજમાં ચોંકાવનારા… pic.twitter.com/e9JmRxglwS
શું કહ્યું પોલીસે ?
આ ઘટનાને લઈ કેનેડાની એડમોન્ટન પોલીસે જણાવ્યું છે કે, એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં ગોળી ચલાવવામાં આવી હોવાના અહેવાલ છે. જે બાદ 107 એવન્યુ વિસ્તારમાં પહોંચતા જ પોલીસે હર્ષદીપ સિંહને બેભાન અવસ્થામાં જોયો. પોલીસ હર્ષદીપને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જો કે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પર હાજર ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના કથિત સીસીટીવી વીડિયોમાં ત્રણ સભ્યોના ગૃપમાંથી એક હુમલાખોર હર્ષદીપને સીડી પરથી નીચે ફેંકી રહ્યો છે અને પાછળથી ગોળી મારીને હત્યા કરતો જોવા મળી રહ્યો છે.
વધુ વાંચો : કેનેડામાં ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી ઘાતકી હત્યા, સુરક્ષા ગાર્ડ તરીકે કરતો હતો કામ
અગાઉ કેનેડાના ઓન્ટારિયોમાં હત્યા કરવામાં આવી હતી
નોંધનીય છે કે, અગાઉ કેનેડાના ઓન્ટારિયોમાં એક ઝઘડા દરમિયાન 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી ગુરાસિસ સિંહની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી. પોલીસે આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 194 ક્વીન સ્ટ્રીટ પર ચલુથી હુમલાની જાણકારી મળી, જ્યાં ગુરાસિસ સિંગ અને 36 વર્ષીય આરોપી ક્રોસ્લે હન્ટર એક જ રૂમમાં રહેતા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT