indian sportsmen not coming forward to help corona virus victims in comparison with world sports men
દાન /
કોરોના સંકટ : જાણો વિદેશી ખેલાડીની સરખામણીએ ભારતના ખેલાડીઓએ પોતાની કમાણી સામે કેટલી મદદ કરી
Team VTV08:47 PM, 27 Mar 20
| Updated: 10:36 PM, 27 Mar 20
કોરોના વાયરસનાં કારણે વિશ્વ નાજુક પરિસ્થતિમાંથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસનાં કારણે કેટલાય દેશોમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. વાયરસનાં કારણે અર્થતંત્રને પણ એટલો જ ફટકો પડ્યો છે ત્યારે વિશ્વનાં ઘણા સેલિબ્રિટી આગળ આવ્યા છે અને દાન કર્યું છે.
લોકપ્રિય ફૂટબોલર રોનાલ્ડોએ 8 કરોડ 28 લાખ રૂપિયા દાન આપ્યા
વિરાટ કોહલીએ મદદના નામે લોકોને સલાહ આપી
કોરોના વાયરસનાં કારણે લોકોનાં મોત તો થઇ જ રહ્યા છે ત્યાં સામે ઘણા લોકોએ પોતાની રોજી-રોટી ગુમાવી દીધી છે. દરરોજ કમાઈને ખાતા લોકોને બે ટંકનાં ભોજન માટે પણ ફાફા પડી રહ્યા છે. દેશનાં ઘણા એવા લોકો છે જેમનાં કારણે આ ખેલાડી સ્ટાર બન્યા છે. આ લોકોની દીવાનગીના કારણે આ ખેલાડીઓ લોકપ્રિય બન્યા છે ત્યારે હવે ખેલાડી પણ આ મુશ્કેલ પરિસ્થિતિમાં આગળ આવીને દાન કરી રહ્યા છે.
રોજર ફેડરર
મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે પોતાના દેશનાં કોરોના પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે અને આશરે 7.2 અબજ રૂપિયા દાન આપ્યા છે. સ્વિટઝર્લેન્ડમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 100થી વધુ લોકોનાં મોત થયા છે.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
દુનિયાના સૌથી લોકપ્રિય ફૂટબોલરમાં એક ક્રિસ્ટીયાનો રોનાલ્ડો પણ આ સમયમાં લોકોની વ્હારે આવ્યા છે. 34 અબજ રૂપિયા કમાતા રોનાલ્ડોએ કોરોના વાયરસ પીડિતો માટે 8 કરોડ 28 લાખ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે.
લિયોનલ મેસી
રોનાલ્ડોની જેમ જ લિયોનલ મેસીએ કોરોના વાયરસનાં પીડિતો માટે આશરે આઠ કરોડ રૂપિયાનું દાન કર્યા છે. મેસીએ આપેલી દાનની રકમ બાર્સિલોનામાં હોસ્પિટલ બનવવાના કામમાં આવશે.
શાહિદ આફ્રિદી
પાકિસ્તાનનાં પૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ 2 અબજ રૂપિયાની વાર્ષિક કમાણી સામે લોકોને રાહત સામગ્રી દાન કરી છે.
વિરાટ કોહલી
ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ અત્યાર સુધી કોઈ જ મદદનું એલાન કર્યું નથી. વિરાટ કોહલી 9 અબજ રૂપિયા કમાય છે. વિરાટ કોહલી અને પત્નીએ સોશિયલ મીડિયામાં કોરોના વાયરસને લઇ સલાહ આપી હતી. આ સિવાય અન્ય ખેલાડીઓ ટિકટોક વીડિયો બનાવીને લોકોને જાગૃત કરી રહ્યા છે અને તેમના વીડિયો વાયરલ પણ થઇ રહ્યા છે.
સચિન તેંડુલકર
વિશ્વમાં ક્રિકેટનાં ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે કોરોના વાયરસનાં પીડિતો માટે 50 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. સચિને 25 લાકાહ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં જ્યારે બીજા 25 લાખ વડાપ્રધાન રાહત ફંડમાં દાન આપ્યા છે.