બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Indian scientists find radio signal 880 million light years away from Earth will help in the search for the origin of the universe

OMG / ભારતના વૈજ્ઞાનિકોને પૃથ્વીથી 880 કરોડ પ્રકાશ વર્ષ દૂર મળ્યા રેડિયો સિગ્નલ: બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે શોધમાં થશે મદદ

Arohi

Last Updated: 12:09 PM, 24 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલીસ્કોપના ઘણા દૂરથી એક ગેલેક્સીમાંથી રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલ મળ્યા છે. અહીં ગેલેક્સી પૃથ્વીથી 880 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. આ સિગ્નલ બ્રહ્માંડના તરત બાદ જ ઉત્સર્જિત થયું હતું. આશા રાખવામાં આવી રહી છે કે તેનાથી શરૂઆતી બ્રહ્માંડને ઉંડાઈથી સમજવામાં મદદ મળશે.

  • ભારતીય વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા 
  • પૃથ્વીથી 880 કરોડ પ્રકાશ વર્ષ દૂર મળી ગેલેક્સી 
  • તેનાથી બ્રહ્માંડની ઉત્પત્તીની મળી શકે છે જાણકારી 

ખગોળશાસ્ત્રીઓને દૂરની એક ગેલેક્સીમાંથી એક સિગ્નલ મળ્યું છે. અત્યાર સુધી એંતરિક્ષમાંથી આટલા દૂરથી કોઈ પણ સિગ્નલ નથી મળ્યા. આ સિગ્નલથી જાણકારી મળી શકે છે કે આપણું બ્રહ્માંડ કઈ રીતે બન્યું હશે. 

ભારતમાં જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલીસ્કોપને મળેલા રિકોર્ડ-બ્રેકિંગ રેડિયો ફ્રિક્વન્સી સિગ્નલ, ગેલેક્સી SDSSJ0826+5630થી આવ્યું હતું. આ ગેલેક્સી પૃથ્વીથી 880 કરોડ પ્રકાશ વર્ષ દૂર છે. તેનો મતલબ છે કે આ સિગ્નલ અહીંથી ત્યારે નિકળ્યું હતું જ્યારે બ્રહ્માંડની ઉંમર વર્તમાન ઉંમરથી એક તૃત્યાંશ હતી. 

બિગ બેંગ વખતે હાજર હતું આ તત્વ 
સિગ્નલ, બ્રહ્માંડના સૌથી મૌલિક તત્વ ન્યૂટ્રલ હાઈડ્રોઝનથી નિકળતી રેખા છે. બિગ બેંગ એટલે કે જ્યારે બ્રહ્માંડ બન્યું. ત્યારે આ તત્વ આખા બ્રહ્માંડમાં ધુમ્મસના રૂપમાં હાજર હતું. ફરી તેનાથી શરૂઆતી તારા અને આકાશગંગાઓ બની. 

ખગોળવિદોએ લાંબા સમય સુધી ન્યુટ્રલ હાઈડ્રોજનથી આવતા સંકેતોની ખોજ કરવામાં આવી હતી. જેથી એ જાણકારી મળે કે શરૂઆતી તારોમાં ચમક કેવી રીતે આવી. પરંતુ દૂરીને જોતા તે સિગ્નલની જાણકારી મેળવવી મુશ્કેલ હતી. 

નવા સંશોધનમાં મળી આ જાણકારી 
હવે મંથલી નોટિસિસ ઓફ રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી જર્નલમાં પ્રકાશિત નવી શોધથી જાણકારીથી ખબર પડે છે કે ગુરૂત્વાકર્ષણ લેંસિંગ નામના પ્રભાવથી ખગોળવિદોને ન્યૂટ્રલ હાઈડ્રોજનના સબૂત મેળવવામાં મદદ કરી શકે છે. 

કેનેડામાં મેકગિલ યુનિવર્સિટીના એક કોસ્મોલોજિસ્ટ અને શોધના મુખ્ય લેખક અર્નબ ચક્રવર્તીનું કહેવું છે કે એક આકાશગંગા અલગ અલગ રીતે રેડિયો સિગ્નલનું ઉત્સર્જન કરે છે. અત્યાર સુધી સિગ્નલને પાસ કરી કોઈ આકાશગંગાથી કેપ્ચર કરવું સંભવ હતું. જેનાથી આપણું જ્ઞાન ફક્ત એજ આકાશગંગાઓ સુધી સીમિત હતું જે પૃથ્વીની નજીક છે. 

બ્રહ્માંડના 'Dark Age' 
બ્રાહ્માંડની શરૂઆત લગભગ 4 લાખ વર્ષ બાદ, જ્યારે પ્રોટોન અને ઈલેક્ટ્રોનની પહેલી વખત ન્યૂટ્રોન સાથે બોન્ડ થઈ હતી ક્યારે શરૂઆતી તારા અને આકાશગંગાઓના બન્યા પહેલા, ન્યૂટ્રલ હાઈડ્રોજન તથાકથિત અંધકારમય યુગમાં શરૂઆતી બ્રહ્માંડમાં ભરાઈ ગઈ હતી. 

ન્યુટ્રલ હાઈડ્રોજન 21 સેન્ટીમીટરના વેવલેંથનું ઉત્સર્જન કરે છે. પરંતુ શરૂઆતી બ્રહ્માંડનું અધ્યયન કરવા માટે ન્યૂટ્રલ હાઈડ્રોજન સિગ્નલનો ઉપયોગ કરવો મુશ્કેલ કામ છે. કારણ કે લાંબી વેવલેંથ, ઓછી તીવ્રતા વાળા સિગ્નલ મોટા ભાગે લાંબી દૂરીમાં ગુમ થઈ જાય છે. અત્યાર સુધી સૌથી દૂર 21 સેમીના હાઈડ્રોજન સિગ્નલની જાણકારી મળી હતી જે 440 કરોડ પ્રકાશ વર્ષ દૂર હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ