બ્રેકિંગ ન્યુઝ
VTV / indian railways the picture of railway stations will change mini mall
Pravin
Last Updated: 10:43 AM, 2 August 2022
ADVERTISEMENT
ઈન્ડિયન રેલ્વે પોતાના યાત્રીઓની સુવિધાનું હંમેશા ધ્યાન રાખતું આવ્યું છે. તેને લઈને સતત પ્રયત્નોમાં હોય છે. આ જ ક્રમમાં સ્ટેશનોની કાયાકલ્પ કરવા માટે રેલ્વે વિભાગ 40થી વધારે રેલ્વે સ્ટેશનોને મૉલમાં બદલી શકે છે. તેના માટે રેલ્વે 17,500 કરોડના પેકેજની તૈયારી કરી રહ્યું છે. આ રકમથી આવનારા સમયમાં સ્ટેશનોની એવી કાલાકલ્પ થશે કે તે મિની મૉલ માફક દેખાશે. આ સ્ટેશન રુફટોપ પ્લાઝાથી લૈસ હશે. તેમાં શોપિંગ સેન્ટર્સ, ફુડ કોર્ટ અને રેસ્ટોરંટ પણ હશે. તેના માટે રિતસરની એક બ્લૂપ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવી છે.
આ વખતે રેલ્વેએ બોલ રોલિંગથી પહેલા જરૂરી ફંડ તૈયાર કરી લીધું છે. સરકારે પ્રથમ તબક્કામાં 46 સ્ટેશનોના આધુનિકરણ માટે 17,500 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રેલ્વેએ તેના પછીના તબક્કા માટે કુલ 9274માંથી 300થી વધારે સ્ટેશોનો પુનર્વિકાસ કરવાની યોજના બનાવી છે.
ADVERTISEMENT
બ્લૂ પ્રિન્ટમાં શું બતાવામાં આવ્યું છે
મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, રેલ્વેની બ્લૂપ્રિન્ટમાં બતાવ્યા પ્રમાણે કેટલાય સ્ટેશનોને એલિવેટેડ રોડથી જોડવામાં આવશે અને અમુક સ્ટેશન એર કોન્કોર્સ, ફુડ કોર્ટ અને અન્ય સુવિધાઓની સાથે ટ્રેક પર એક જગ્યા અને હોટલના રૂમ હશે.ઉદાહરણ તરીકે બિહારનું ગયા સ્ટેશનમાં તીર્થયાત્રીઓ માટે અલગ મોલ હશે. આવી જ રીતે સોમનાથ સ્ટેશનની છત પર 12 જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરનારા એક ડઝન શિખર હશે. અમુક સ્ટેશનોની આવી જ કાયાકલ્પ માટે ફંડ ફાળવામાં આવ્યું છે.
કન્યાકુમારી માટે 61 કરોડ રૂપિયા અને નેલ્લોર માટે 91 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. જ્યારે પ્રયાગરાજ માટે 960 કરોડ અને ચેન્નઈ જેવા મુખ્ય સ્ટેશનો માટે 842 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બ્લૂપ્રિન્ટ ફક્ત રેલ્વાના આધુનિકરણ માટે નથી. પણ આ યોજનાથી એ સંક્તો મળે છે કે, રેલ મંત્રાલય પબ્લિક અને પ્રાઈવેટ પાર્ટનરશિપને કેવી રીતે જોવે છે.
રેલ્વે પ્રશાસનના સૂત્રોનું કહેવુ છે કે, હવે ફક્ત કોર સ્ટેશનોના એરિયાને જ વિકસિત કરવા પર ફંડ આપવામાં આવી રહ્યું છે. આગામી 2-3 વર્ષ માટમાં આ ભાગ બન્યા બાદ આજૂબાજૂના ક્ષેત્રોમાં વધારે રીયલ એસ્ટેટ વિકસિત કરવા માટે ખાનગી કંપનીઓ પાસેથી બોલીઓ લગાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.