બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 11:40 AM, 27 July 2022
ADVERTISEMENT
દેશમાં અત્યાર સુધીની આ ત્રીજી ટ્રેન
વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે દેશમાં 75 નવી વંદે ભારત ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. જે હેઠળ રેલવે તરફથી વંદે ભારત ટ્રેનના નવા વર્ઝનને પાટા પર ઉતારવાની તૈયારી ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીની આ ત્રીજી ટ્રેન હશે અને 12 ઓગષ્ટે ચેન્નઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેકટરીના ટેસ્ટિંગ માટે રવાના કરવામાં આવશે.
ADVERTISEMENT
પીએમ મોદી બતાવશે લીલીઝંડી !
સૂત્રોનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવી શકે છે. રેલવેએ એવો પણ દાવો કર્યો કે પીએમ મોદીની જાહેરાત અનુસાર 15 ઓગષ્ટ, 2023 સુધી વંદે ભારતની 75 ટ્રેનો પાટા પર દોડ઼વાનુ શરૂ કરી દેશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ 15 ઓગષ્ટ 2021ના દિવસે દેશવાસીઓ માટે 75 વંદે ભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેની આ જાહેરાતથી રેલવે યાત્રી ખૂબ ખુશ થયા હતા.
200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે
સુત્રો મુજબ નવી વંદે ભારત ટ્રેનના નવેમ્બરથી દક્ષિણ ભારતમાં વિશેષ રૂટ પર ચલાવવાની શક્યતા છે. રેલવે સુત્રો મુજબ, સેમી હાઈ સ્પીડ વંદે ભારતનુ પરીક્ષણ 15 ઓગષ્ટથી પહેલા શરૂ કરી દેવામાં આવશે. સૂત્રોનુ એવુ પણ કહેવુ છે કે પીએમ મોદી ચેન્નઈથી ટ્રેનને લીલીઝંડી બતાવી શકે છે. જો કે, અત્યારે તેની ઔપચારિક રીતે પુષ્ટિ થઇ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.