રેલ્વે 30 સપ્ટેમ્બરથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું અપગ્રેડેડ વર્ઝન 'વંદે ભારત 2' લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. જાણો કેટલું રહેશે ભાડું અને શું સુવિધાઓ મળશે..
રેલ્વે હવે વંદે ભારત 2 લોન્ચ કરવાની તૈયારીમાં
અમદાવાદથી મુંબઇના રૂટમાં ટૂંક સમયમાં દોડશે
બન્ને સ્ટેશન વચ્ચે માત્ર 2 સ્ટેશન પર રોકાશે
રેલ્વેમાં મુસાફરી કરતા લોકો માટે ખુશખબરી છે. રેલ્વે 30 સપ્ટેમ્બરથી સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું અપગ્રેડેડ વર્ઝન 'વંદે ભારત 2' લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવી વંદે ભારત 2 એ હાલની વંદે ભારતથી ઘણી બાબતોમાં અપગ્રેડ છે. આ ટ્રેનને 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી મુંબઇ જવા લીલી ઝંડી બતાવવામાં આવે તેવી સંભાવના છે. જો કે રેલ્વે તરફથી આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
આટલું ભાડું રહેશે
નવા વંદે ભારતના પેસેન્જર ભાડાને લઇને અનેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસમાં એક્ઝીક્યુટીવ ક્લાસ માટે મુસાફરોએ 2,349 રૂપિયાનું બેઝ ભાડું ચૂકવવું પડશે. સાથે જ ચેર કારનું બેસ ભાડું 1144 રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. આ ભાડામાં જીએસટીનો સમાવેશ થતો નથી.
શતાબ્દી કરતા આટલો ફર્ક
નવી વંદે ભારત મુંબઈ અને અમદાવાદ વચ્ચેના બે સ્ટેશનો પર રોકાશે. આનાથી દેશના બે નાણાકીય શહેરો વચ્ચે મુસાફરીનો સમય ઓછો થશે. રેલ્વે દ્વારા નક્કી કરવામાં આવેલા ભાડામાં વંદે ભારતના યાત્રીઓએ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોના મૂળ ભાડાથી 1.4 ગણું ભાડું વધુ ચૂકવવું પડશે.
અમદાવાદથી સુરત આટલું ભાડું રહેશે
વંદે ભારતના એક્ઝીક્યુટીવ ક્લાસનું બેઝ ભાડું અમદાવાદથી સુરત માટે 1,312 રૂપિયા રહેશે અને ચેર કાર માટે 634 રૂપિયા થશે. એક્ઝીક્યુટીવ ક્લાસમાં સુરતથી મુંબઈનું બેઝ ભાડું 1522 રૂપિયા અને ચેર કારની કિંમત 739 રૂપિયા હશે. આઈસીએફ ચેન્નઈ દ્વારા તૈયાર કરવામાં આવેલ નવી વંદે ભારત મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. પરંતુ હાલ રેલ્વે ટ્રેક 130 કિમી પ્રતિ કલાકથી વધુની સ્પીડને સપોર્ટ નથી કરતું.
The trial run of Vande Bharat Express was conducted between Ahmedabad & Mumbai today.
This indigenously prepared Self-propelled train is equipped with superior amenities for enhanced passenger travel experience & advanced state-of-the-art safety features. @RailMinIndiapic.twitter.com/hdG9B8uNuI
સુવિધાઓથી સજ્જ
હાલ વંદે ભારત એક્સપ્રેસ દેશના બે રૂટ પર ચાલે છે. પહેલો રૂટ નવી દિલ્હીથી કટરા અને બીજો રૂટ નવી દિલ્હીથી વારાણસીનો છે. નવી વંદે ભારત ટ્રેનો ઓછા વજન સાથે આવશે અને 32 ઇંચના એલસીડી ટીવી પર વાઇ-ફાઇ કન્ટેન્ટ ચલાવવામાં આવશે. આ ટ્રેન કેટાલિટિક અલ્ટ્રા વાયોલેટ એર પ્યુરિફિકેશન સિસ્ટમથી પણ સજ્જ હશે.