ભારતીય રેલવેએ હજુ એક વિક્રમ પોતાને નામ કર્યો છે. ભારતીય રેલવેએ સૌથી લાંબી ટ્રેન દોડાવાનો રેકોર્ડ તોડ્યો છે. આ ટ્રેનનું નામ શેષનાગ આપવામાં આવ્યું છે જેમાં 251 ડબ્બા એટલે કે વેગન્સ જોડાયેલા છે અને તેને ખેંચવા માટે 4 ઇલેક્ટ્રિક લોકોમોટિવ જોડવામાં આવ્યા છે.
આ સફળતા ભારતીય રેલવેના સાઉથ ઇસ્ટ રેલવે ઝોને મેળવી છે. આ ટ્રેન સાથે ખાલી BOXN રેક્સ જોડાયેલા હતા. ભારતીય રેલવે હાલ કોરોનાની સ્થિતિના પગલે પેસેન્જર ટ્રેનો ખૂબ ઓછી સંખ્યામાં દોડાવી રહી છે જેના પગલે માલગાડીઓના પરિવહનને પહેલી પ્રાથમિકતા મળી રહી છે.
શેષનાગ ટ્રેન
ભારતીય રેલવે એક સાથે વધારે વેગન્સ જોડીને ટ્રેનો દોડાવી રહી છે જેનાથી ઓછા સમયમાં અને વધુ પાટા રોક્યા વિના વધારે માત્રામાં માલસામાનની હેરફેર થઇ શકે. આ માટે મિનિસ્ટ્રી ઓફ રેલવેએ એક વીડિયો પણ ટ્વીટ કર્યો છે.
Indian Railways breaks another record. Operates 'SheshNaag', a 2.8 Km long train amalgamating 4 empty BOXN rakes, powered by 4 sets of electric locomotives
— Ministry of Railways (@RailMinIndia) July 2, 2020
નોંધનીય છે કે આ પહેલા સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોને લાજકુરાથી રૂરકેલા ઓરિસ્સાની વચ્ચે સુપર એનાકોન્ડા નામની 177 વેગન્સની ટ્રેન દોડાવી હતી જેનું વજન આશરે 15000 ટન જેટલું હતું.
Taking a big leap in reducing the transit time of freight trains, Bilaspur division of SECR broke yet another frontier by joining & running 3 loaded trains (more than 15000 tonnes) in 'Anaconda' formation through Bilaspur & Chakradharpur divisions. pic.twitter.com/5lZlQHDpkI
— Ministry of Railways (@RailMinIndia) June 30, 2020