Indian Railways loaded the most tonnes of liquid medical oxygen from these three states including gujarat
મદદ /
સમગ્ર દેશમાં આ રાજ્યોમાંથી સૌથી વધુ મેડિકલ ઓક્સિજન મોકલાયો, જાણો ગુજરાત કયા ક્રમે
Team VTV10:17 AM, 03 Jun 21
| Updated: 10:18 AM, 03 Jun 21
કોરોના વાયરસની બીજી લહેરમાં જ્યાં કેટલાય રાજ્યોમાં ઑક્સીજનની અછત ઊભી થઈ ગઈ હતી ત્યારે ગુજરાત જેવા રાજ્યોમાંથી આ રાજ્યોને મદદ આપવામાં આવી છે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે મચાવી તબાહી
ગુજરાત સહિતના અમુક રાજ્યોમાંથી હજારો મેટ્રિક ટન ઑક્સીજનની કરાઇ મદદ
ઑક્સીજન એક્સપ્રેસ દ્વારા જરૂરિયાતમંદ રાજ્યોમાં પહોંચ્યું પ્રાણવાયુ
એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં પહોંચાડાયું ઑક્સીજન
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં કોરોના વાયરસ મહામારીએ આખા દેશમાં તબાહી મચાવી હતી, ઑક્સીજનની કમીના કારણે કેટલાય લોકો દરરોજ જીવ ગુમાવી રહ્યા હતા. હોસ્પિટલોમાં બેડ મળવા મુશ્કેલ હતા અને બેડ નસીબ થાય તો ઑક્સીજન માટે રઝળપાટ કરવી પડતી. આ બધી પરિસ્થિતિ વચ્ચે કેટલાક ઇન્ડસ્ટ્રિયલ રાજયોમાંથી બીજા રાજ્યોમાં ઑક્સીજન પહોંચાડવા માટે સરકારો દ્વારા મહાઅભિયાન ચલાવવામાં આવ્યું જેમાં ઑક્સીજન એક્સપ્રેસ ઑક્સીજન માટે ખૂબ મદદગાર સાબિત થઈ.
ગુજરાતે કેટલાય રાજ્યોને કરી મદદ
આ કપરા કાળમાં આખા દેશને ગુજરાતમાંથી ખૂબ મોટી મદદ મળી. ગુજરાતમાંથી ઑક્સીજન એક્સપ્રેસ હજારો મેટ્રિક ટન ઑક્સીજન લઈને કેટલાય રાજ્યોમાં પહોંચી અને લોકોને પ્રાણવાયુ મળતા તેમના જીવ બચાવી શકાયા.
ઑક્સીજન એક્સપ્રેસ દોડાવીને પહોંચડાયો પ્રાણવાયુ
રેલ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર ઝારખંડમાંથી 8025 મેટ્રિક ટન, ઓડિશામાંથી 7102 મેટ્રિક ટન, ગુજરાતમાંથી 6384 મેટ્રિક ટન ઑક્સીજન ટ્રેન દ્વારા બીજા રાજ્યોમાં પહોંચાડવામાં આવ્યું. ભારતીય રેલવેએ આખા દેશમાં 344 ઑક્સીજન એક્સપ્રેસ દોડાવવામાં આવી જેમાં 1405 ટેન્કરમાં 23741 MT ઑક્સીજન પહોંચાડવામાં આવ્યું.
ગુજરાતની કઈ જગ્યાઓથી જતું હતું ઑક્સીજન?
જ્યાં એક બાજુ રાજ્યોમાં ઑક્સીજનની કમી થઈ રહી હતી ત્યારે ગુજરાતના વડોદરા, હાપા, મુંદ્રાથી ઑક્સીજન લઈને ટ્રેનો દેશના જુદા જુદા રાજ્યોમાં જતી હતી. ગુજરાત માંથી ઉત્તરાખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા આસામમાં ઑક્સીજન પહોંચાડવામાં આવ્યું છે.