બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Indian Railways IRCTC to restore service charges on e tickets from September 1 Know how much you have to pay know more
Juhi
Last Updated: 05:55 PM, 31 August 2019
1 સપ્ટેમ્બરથી ઑનલાઇન ટ્રેન ટિકિટ બુક કરાવવાની સર્વિસ પર ચાર્જ ફરી લેવામાં આવશે.
ADVERTISEMENT
હવે કરવી પડશે આટલી ચૂકવણી:
- IRCTC દ્વારા જારી કરવામાં આવેલા 30 ઓગસ્ટના આદેશ અનુસાર, હવે નૉન એસી ક્લાસ માટે 15 રૂપિયા પ્રતિ ટિકિટ અને AC ક્લાસ માટે 30 રૂપિયા પ્રતિ ટિકિટનો શૂલ્ક વસૂલવામાં આવશે. અહીંયા તમને જણાવીએ કે, GST અલગથી વસૂલવામાં આવશે.
ADVERTISEMENT
પહેલા વસૂલવામાં આવતી આટલી કિંમત:
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે ડિજિટલ ઇન્ડિયા પરિયોજના હેઠળ ડિજિટલ ચૂકવણી પ્રોત્સાહન આપવા માટે 3 વર્ષ પહેલા આ સેવા શુલ્કને લઇ લીધો હતો. આ પહેલા IRCTC નૉન એસી ઇ ટિકિટ પર 20 રૂપિયા અને AC ક્લાસ માટે 40 રૂપિયાનો સર્વિસ ચાર્જ વસૂલવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં રેલ્વે બોર્ડે ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) ને ઑનલાઇન ટિકિટ બુક કરાવનાર યાત્રીઓના સર્વિસ ચાર્જ ફરીથી વસૂલવાની મંજૂરી આપી દીધી છે.
પત્રમાં બોર્ડે કરી આ વાત:
30 ઓગસ્ટના લખેલા પત્રમાં રેલ્વે બોર્ડે કહ્યુ કે,ન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઇ ટિકિટ બુકિંગની સેવા પર ફરી શુલ્ક વસુલવાનો મામલો બનાવ્યો હતો અને જેની સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી.
આ પત્રમાં આગળ વિત્ત મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે, શુલ્ક માફ કરવાની યોજના થોડા સમય માટે હતી અને રેલ્વે મંત્રાલય ઇ ટિકિટનુ શુલ્ક વસુલવાનુ ફરી શરૂ કરશે. અધિકારીઓ અનુસાર, સેવા શુલ્ક બંધ કર્યા પછી, IRCTCએ વિત્તીય વર્ષ 2016-17માં ઇન્ટરનેટ ટિકટિંગની આવકમાં 26% નો ઘટાડો જોયો નોંધાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.