indian railways irctc ticket booking record for 200 new trains 4 lakh tickets booked for passenger trains
રેલવે /
200 ટ્રેનો માટે વેબસાઇટ ખુલતાની સાથે બમ્પર બુકિંગ, માત્ર અઢી કલાકમાં આટલી ટિકિટનું વેચાણ
Team VTV03:51 PM, 21 May 20
| Updated: 04:13 PM, 21 May 20
ઇન્ડિયન રેલવેએ યાત્રાળુઓની સુવિધા માટે 1 જુનથી 200 પેસેન્જર ટ્રેનોને ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો માટે ગુરુવારે એટલે કે આજે સવારે 10 વાગ્યે બુકિંગ શરૂ થયું અને માત્ર એક કલાકની અંદર લગભગ 1.50 લાખ ટિકિટનું બુકિંગ થઇ ગયું છે.
રેલવેએ યાત્રાળુઓની સુવિધા માટે 1 જુનથી 200 પેસેન્જર ટ્રેનોને ચલાવવાની જાહેરાત કરી
200 ટ્રેનો માટે 21 મે એટલે કે ગુરુવારની સવારે 10 વાગ્યે વેબસાઇટ પર બુકિંગ શરૂ થયું
રેલવેએ એસી સ્પેશિયલ અને શ્રમિક સ્પેશિયલ ટ્રેનોની સિવાય આ 200 ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનોમાં જનરલ કોચ માટે પણ ટિકિટ બુક કરાવી શકાય છે. જોકે વિના કન્ફર્મ ટિકિટ આ ટ્રેનોમાં યાત્રાની મંજૂરી નહીં હોય.
ન્યૂઝ એજન્સી એએનઆઇ મુજબ રેલવેએ 1 જૂનથી શરૂ થઇ રહેલી 200 ટ્રેનો માટે 21 મે એટલે કે ગુરુવારની સવારે 10 વાગ્યે વેબસાઇટ પર બુકિંગ શરૂ થયું અને થોડી વારમાં જ લગભગ 1.50 લાખ ટિકિટોનું બુકિંગ થઇ ગયું.
We are going to announce the resumption of more trains in the upcoming days. We have also permitted the operation of shops at railway stations. However, only takeaways will be allowed: Railway Minister Piyush Goyal https://t.co/tEfZ3D6LEv
રેલવે દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ યાત્રાળુઓએ માત્ર એક કલાકમાં 1 જૂનથી શરૂ થઇ રહેલી 73 ટ્રેનો માટે 1,49,025 ટિકિટોનું બુકિંગ કરી નાંખ્યું. આ હેઠળ 2,90, 510 લોકોની ટિકિટ બુક કરવામાં આવી.
149025 tickets have been booked for 290510 passengers for the 73 passenger trains to be operationalised from 1s June: Railways pic.twitter.com/Cf5pqvthu5
પીયૂષ ગોયલે જણાવ્યું કે એક જૂનથી શરૂ થઇ રહેલી ટ્રેનો માટે માત્ર અઢી કલાકમાં સેકન્ડ ક્લાસ પેસેન્જર્સ ટ્રેન માટે 4 લાખથી વધારે ટિકિટોનું બુકિંગ થયું. તેઓએ કહ્યું કે ટિકિટોનું બુકિંગ જોતા લાગે છે કે મોટી સંખ્યામાં લોકો ઘરે પાછા જવા માંગે છે.