બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / સરકારી નોકરીની ઊજળી તક! રેલવેની મોટી ભરતીમાં આ તારીખથી ભરી શકાશે ફોર્મ
Last Updated: 10:22 AM, 23 July 2024
જો તમે રેલવેમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છો અને સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ સારી તક છે. હકીકતે જલ્દી જ ભારતીય રેલવે જુનિયર એન્જિનિયર ભરતી પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. રેલવે ભરતી બોર્ડની તરફથી રેલવેની અલગ અલગ ઝોનમાં જેઈના ખાલી પદોને ભરવામાં આવશે. આ ભરતી માટે શોર્ટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. આવો જાણીએ આ વેકેન્સીની તમામ ડિટેલ્સ.
ADVERTISEMENT
આ રહી વેકેન્સી ડિટેલ
ADVERTISEMENT
રેલવે ભરતી બોર્ડ દ્વારા છાપામાં પ્રકાશિત વિકેન્દ્રીકૃત રોજગાર સુચનામાં જણાવ્યા અનુસાર જુનિયર એન્જિનિયર, ડિપો મેટેરિયલ સુપ્રીટેન્ડેન્ટ, કેમિકલ એન્ડ મેટલર્જીકલ આસિસ્ટન્ટ, કેમિકલ સુપરવાઈઝર અને મેલર્જીકલ સુપરવાઈઝરના કુલ 7951 પદો પર ભરતી કરવામાં આવશે.
ક્યારથી કરી શકાશે અરજી?
રેલવે ભરતી બોર્ડ જુનિયર એન્જિનિયર ભરતી માટે અરજીકરવા માંગતા લોકો ઓનલાઈન અરજી પ્રક્રિયાની શરૂઆત 30 જુલાઈ 2024થી કરી શકે છે. તેના બાદ કેન્ડિડેટ્સ ઓગસ્ટ મહિનાની 29 તારીખ સુધી એપ્લાય કરી શકશે.
આટલી લાગશે એપ્લીકેશન ફી
રેલવેમાં જુનિયર એન્જિનિયર ભરતી 2024 માટે અરજી ફી 500 રૂપિયા છે. જોકે SC, ST, આર્થિક રીતે કમજોર વર્ગ અને બધી મહિલા ઉમેદવારને ફક્ત 250 રૂપિયા ફી ભરવાની રહેશે. ઉમેદવાર ધ્યાન આપો કે જો તે સિલેક્શન પ્રોશેસના 1st સ્ટેજ સીબીટીમાં સામેલ થાય તો તેમને પરીક્ષા ફી બેંકની ફી ઓછી કરી પાછી આપી દેવામાં આવશે.
વધુ વાંચો: IPOમાં રોકાણ કરનારા માટે ગુડ ન્યૂઝ, આજથી ખૂલ્યો મજબૂત કંપનીનો આઈપીઓ, આટલા શેરનો એક લૉટ
આ રીતે કરી શકાશે અરજી
આ ભરતી માટે કેન્ડિડેટ્સને પોતાના ક્ષેત્ર સાથે સંબંધિત રેલવે ભરતી બોર્ડ ઝોનની ઓફિશ્યલ વેબસાઈટ પર એક્ટિવ કરનાર લિંક દ્વારા એપ્લીકેશન પેજ પર જઈને અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા શરૂ થતાની સાથે જ ડિટેલ્સ ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ ભરતી નોટિફિકેશન સારી રીતે વાંચીને જ અરજી કરવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.