ભારતીય રેલવેમાં ખલાસીના પદે હટાવવાનું એલાન કરવામાં આવ્યું છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે બંગલા પિયુનના પદ, કોનોલિયન પિરીયડ અને હવે આ પદો પર કોઈ ભરતી કરવામાં નહીં આવે. હકીકતમાં ખલાસીનું કામ અંગ્રેજોના શાસન કાળમાં રેલવે અધિકારીઓના આવાસ પર તૈનાત ચપરાસિ જેવું હતુ. 6 ઓગસ્ટે રેલવે બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ બંગલા પિયુનના પદની સમીક્ષા કરવામાં આવી રહી છે અને નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે આ પદો પર કોઈ ભરતી કરવામાં નહીં આવે. આ ઉપરાંત 1 જુલાઈ 2020થી આ પદો પર કરવામાં આવેલી પોસ્ટિંગની પણ સમીક્ષા કરવામાં આવી છે.
2020થી આ પદો પર કરવામાં આવેલી પોસ્ટિંગની પણ સમીક્ષા કરાઈ
બંગલા પિયુનના પદની સમીક્ષા કરવામાં આવી રહી છે
બંગલા પિયુનના પદ પર કોઈ ભરતી કરવામાં નહીં આવે
સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુંસાર રેલવે પોતાના વરિષ્ઠ અધિકારીઓના આવાસમાં કામ કરનારા બંગલા પિયુનની નિયુક્તિના કોનોલિયન પિરિયડની પ્રણાલીને સમાપ્ત કરવાની તૈયારીમાં છે. આ પદ પર કોઈ ભરતી કરવામાં નહીં આવે. રેલવે બોર્ડે આદેશ કરતા કહ્યું છે કે ટેલિફોન અટેન્ડન્ટ ટીએડીકે સંબંધીત બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ટીએડીકે સંબંધિત ભરતી સંબંધિત મામલામાં રેલવે બોર્ડમાં સમીક્ષાધીન છે. જેથી એ નિર્ણય લેવામાં આવ્યો છે કે ટીએડીકેના પદ પર નવી ભરતી પ્રક્રિયા આગળ વધારવામાં નહીં આવે અને તાત્કાલીક તેની નિયુક્તિ પણ કરવામાં નહીં આવે. તેમજ 1 જુલાઈ 2020 સુધીમાં આપવામાં આવેલી ભરતી મંજૂરીની પણ સમીક્ષા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને રેલવે પહેલા જ સરકારી નોકરીઓને ઓછી કરવા માટેના નિશાના પર રહ્યા છે અને આ નોકરીઓને ખતમ કરવાના નિર્ણય પર ફરી એક વાર સવાલ ઉભા થયા છે. આ પહેલા સેન્ય એન્જિનિયરિંગ સેવામાં 9304 પદોન હટાવી દેવામાં આવ્યા છે. આ જાહેરાત 7 મેના રોજ કરવામાં આવી હતી. રક્ષા મંત્રાલય દ્વારા આ નિર્ણય લેફ્ટિનેન્ટ જનરલ ડીબીની ભલામણ પ્રમાણે કરવામાં આવ્યો હતો. લેફ્ટિનેન્ટ જર્નલ શેખટકરની સમિતિએ સશસ્ત્ર દળોની યુદ્ધ ક્ષમતા અને અસંતુલિત રક્ષા વ્યયને સંતુલિત કરવાનો ઉકેલ આપતા સલાહ આપી હતી. જેને રક્ષા મંત્રીએ મંજૂરી આપી દીધી છે.