બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / indian railway to start medicine service at railway station for passengers know details

કામની વાત / ખાવા પીવાની સાથે હવે પ્લેટફોર્મ પર મળશે દવાઓ, રેલ્વેએ શરૂ કરી નવી સુવિધા

Pravin

Last Updated: 07:22 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે રેલ્વેમાં મુસાફરી કરતી વખતે તબિયત ખરાબ થવા પર આપને પરેશાન થવાની જરૂર નથી. જો આપની ટ્રેન યાત્રા દરમિયાન કોઈ કારણસર આપની તબિયત ખરાબ થઈ જાય તો, આપે ગભરાવાની જરૂર નથી.

  • રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટી જાહેરાત
  • પ્લેટફોર્મ પરથી જ મળી જશે દવાઓ
  • તબિયત ખરાબ થાય તો દવા અહીંથી મળી જશે

હવે રેલ્વેમાં મુસાફરી કરતી વખતે તબિયત ખરાબ થવા પર આપને પરેશાન થવાની જરૂર નથી. જો આપની ટ્રેન યાત્રા દરમિયાન કોઈ કારણસર આપની તબિયત ખરાબ થઈ જાય તો, આપે ગભરાવાની જરૂર નથી. હવે આપને પ્લેટફોર્મ પર જ કેટલીય દવાઓ મળી જશે. આપને જણાવી દઈએ કે, બુક સ્ટોલ પર જ ઉલ્ટી, ઝાડા, પેટ દુખાવો, માથાનો દુખાવો અને તાવ જેવી હળવી સમસ્યાઓની દવાઓ આપને ત્યાંથી મળી જશે.

સ્ટેશન પર જ મળી જશે દવાઓ

મુસાફરોની સુવિધા માટે રેલ્વે મોટા ભાગે કંઈને કંઈ ફેરફાર કરતું રહે છે. ત્યારે આવા સમયે રેલ્વેએ મુસાફરો માટે સ્ટેશનો પર દવા પુરી પાડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રેલ્વે બોર્ડે બુક સ્ટોલને મલ્ટી પરપઢ સ્ટોલમાં ચેંજ કરતા બુક, જરૂરી સામાન, ખાવા પીવાની વસ્તુઓની સાથે સાથે દવાઓના વેચાણને પણ લીલી ઝંડી આપી દીધી છે. ત્યારે આવા સમયે હવે આપ રેલ્વે સ્ટેશન પરથી પણ દવા ખરીદી શકશો.

આ શહેરોમાં પહેલા થશે શરૂઆત

આ સુવિધા કેટલાય તબક્કામાં ચલાવામાં આવશે. પ્રથમ તબક્કામાં પૂર્વોત્તર રેલ્વેના લખનઉ, ગોરખપુર, બનારસ, છપરા અને ગોંડા વગેરે સ્ટેશનો પર તેની શરૂઆત થશે. અહીં મલ્ટી પરપઝ સ્ટોલ ખુલશે, દુકાનોના લાયસન્સ વગેરે માટે કામ થઈ રહ્યું છે. 

રેલ્વે સ્ટેશન પર મળશે સુવિધા

જો કે, ખાસ કરીને કોઈ મુસાફરને ગંભીર બિમારી હોવા પર રેલ્વે સ્ટેશન પર જ ડોક્ટરની સુવિધા મળી જશે. તેના માટે પેસેન્જરને રેલ્વેમાં જાણકારી આપવાની હોય છે. પણ હવે હળવી બિમારીઓ માટે આપને સ્ટેશન પરથી દવાઓ મળી જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Medicine Railway station દવાઓ મુસાફર રેલ્વે Indian Railway
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ