બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / રેલવેના મુસાફરો માટે ખુશખબર, ટ્રેનોમાં જોડાશે 1000 વધારાના કોચ, સરકારનો મેગા પ્લાન તૈયાર
Last Updated: 10:47 AM, 22 November 2024
પૂર્વ સીમા રેલવે વિભાગ (NFR)ના અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે 36 ટ્રેનોમાં કુલ 276 નવા જનરલ કોચ લગાવ્યા છે. જેનાથી મુસાફરોને સરળતા રહે. આ સાથે જ સ્ટેશનને પણ અપગ્રેડ કરાયા છે. સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતને દેશભર માંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે રેલવે વિભાગ આવનાર સમયમાં સ્લીપર વંદે ભારત શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત જનરલ ક્લાસના મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે રોજ કુલ ચાલતી 370 ટ્રેનમાં કુલ 1000 જેટલા નવા જનરલ કોચ ઉમેરવામાં આવશે.
ADVERTISEMENT
276 નવા જનરલ કોચ ઉમેરાયા
ADVERTISEMENT
પૂર્વ સીમા રેલવે તરફથી શરૂ કરવામાં આવી છે જેમાં જનરલ કોચમાં મુસાફરી કરવાવાળા લગભગ એક લાખ યાત્રીઓને રાહત મળશે. આ પહેલા આ રૂટ પર ચાલતી 63 ટ્રેનોમાં 276 જનરલ કોચ લગાવવામાં આવ્યા છે, જેનાથી યાત્રીઓને સરળતાથી મુસાફરી કરી શકાય.
370 ટ્રેનોમાં લાગશે 600 નવા કોચ
પૂર્ણ સીમા રેલવે વિભાગે ડિસેમ્બર 20024 ના અંત સુધીમાં કુલ 16 જનરલ કોચ સાથે 3 નવી ટ્રેનો મૂકવાનો પ્લાન પણ અમલમાં મૂક્યો છે જે યાત્રીઓને આરામદાયક મુસાફરી આપશે. અધિકારીના જણાવ્યા અનુસાર જુલાઇથી ઓકટોબરની વચ્ચે લગભગ 370 ટ્રેનોમાં 600 જનરલ કોચ જોડ્યા હતા.
વધુ વાંચો: શિયાળામાં હાર્ટ એટેકનો સૌથી વધુ ખતરો, આ લક્ષણોને ઈગ્નોર કરવાથી જીવનું જોખમ
10,000 થી વધારે નૉન એસી કોચ ઉમેરવાના પ્લાન
આ ઉપરાંત આવનાર 2 વર્ષમાં 10,000 થી વધારે નૉન એસી કોચ ઉમેરવાની પણ યોજના અમલમાં મુકાશે. જેમાં 6000 થી વધારે જનરલ કોચ અને સ્લીપર કોચ નો સમાવેશ થશે. રેલવે દ્વારા લેવામાં આ પગલાં દ્વારા 8 લાખ યાત્રીઓને સરળતા મળશે. રેલવે તરફથી તૈયાર કરવામાં આવી રહેલા LHB કોચ વધુ આરામદાયક અને સુરક્ષિત હશે જેથી કોઈ દુર્ઘટનામાં પણ ઓછું નુકસાન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.